અમદાવાદ-બરૌની ટ્રેન દર અઠવાડિયે આસનસોલ જશે

અમદાવાદ,તા.01 ઓક્ટોબર 2021,શુક્રવાર

અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેન સપ્તાહમાં એક વખત આસનસોલ સુધી દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે. 

ટ્રેન નં. ૦૯૪૩૫ અમદાવાદ-આસનસોલ સ્પેશિયલ આગામી તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૨થી દર ગુરૂવારે અમદાવાદથી ૦૦ઃ૩૫ કલાકે ઉપડશે.જે બીજા દિવસે ૨૦ઃ૫૫ કલાકે આસનસોલ પહોંચશે. 

પરતમાં ટ્રેન નં. ૦૯૪૩૬ આસનસોલથી ૨૯ જાન્યુઆરી ૨૦૨૨થી દર શનિવારે ૧૯ઃ૪૫ કલાકે ઉપડીને બીજા દિવસે બપોરે ૧૨ઃ૪૦ કલાકે અમદાવાદ પહોંચશે. તા. ૪ ઓક્ટોબરથી ટિકિટનું બુકિંગ કરી શકાશે.

જ્યારે ૨૭ જાન્યુઆરીથી  દર ગુરૂવારની ટ્રેનનં ૦૯૦૮૩   અમદાવાદ-બરૌની અને તા. ૨૯ જાન્યુઆરીથી દર શનિવારની બરૌની-અમદાવાદ કાયમ માટે રદ રહેશે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wxo6cJ
via IFTTT

Post a Comment

أحدث أقدم