ઇ-ગ્રામ કેન્દ્ર પર અપાતા આવકના પ્રમાણપત્ર 3 વર્ષ સુધી માન્ય ગણાશે


સરકારના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ લઈ શકાય તે માટે આવકનું પ્રમાણપત્ર જરૂરી

અમદાવાદ : ડિજિટલ ગુજરાતના આયોજન હેઠળ ગ્રામીણ સ્તરે તલાટી કમ મંત્રી દ્વારા ઇ-ગ્રામ વિશ્વ કેન્દ્ર પરથી કાઢી આપવામાં આવતા આવકના પ્રમાણપત્ર માન્ય રાખવાની અવધિ 1 વર્ષથી વધારીને 3  વર્ષ કરી દેવાના નિર્ણયની જાહેરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને કારણે ગુજરાતના ગ્રામીણ વિસ્તારના લાખો લોકો સરળતાથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે.

ગુજરાત સરકારના જ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આપવામાં આવતા આવકના પ્રમાણપત્રો ત્રણ વર્ષ માટે માન્ય રાખવામાં આવે છે. જ્યારે રાજ્યના અન્ય વિભાગોની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે દર વર્ષે આવકનું નવું પ્રમાણપત્ર મેળવવું પડે છે. સરકારના આ નિર્ણયને પરિણામે દર વર્ષે આવકનું પ્રમાણપત્ર મેળવવાની જફામાંથી આમજનતાને મુક્તિ મળશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3D1f2fV
via IFTTT

Post a Comment

أحدث أقدم