ચોરી-ઉચાપતના 62 કેસ 25 છતાં એક વર્ષથી કોઇ કાર્યવાહી ના થઇ


સરકારોની બેદરકારી

સરકારી વિભાગોમાં 171 કેસમાં 17 કરોડથી વધુ રકમ સલવાઇ છે

ગાંધીનગર : ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારીઓ દ્વારા ચોરી અને ઉચાપતના કિસ્સા વારંવાર નોંધાતા હોય છે પરંતુ ખૂબ ઓછા કેસોમાં કસૂરવારને સજા થતી હોય છે. ચોંકાવનારી વિગત એવી સામે આવી છે કે તપાસ માટે નોંધાયેલા કુલ 171 કિસ્સા પૈકી 62 એવાં છે કે જેમાં છેલ્લા 25 વર્ષથી પગલાં લેવાયા નથી કે કોઇને સજા થઇ શકી નથી.

જેમની સામે કાર્યવાહી કરવાની થાય છે તેવા આ કિસ્સાઓમાં સરકારની 17.22 કરોડ રૂપિયાની રકમ સલવાયેલી છે છતાં 57 કેસોમાં હજી કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે.  સરકારના વિભાગોમાં ચોરીના 44, સરકારી માલસામાનને નુકશાનના 106 તેમજ આગ-અકસ્માતના 21 કિસ્સા બન્યાં છે.

આ કિસ્સાઓ પૈકી 13 કિસ્સા 24 વર્ષ જૂના, 14 કિસ્સા 20 વર્ષ જૂના અને 17 કિસ્સા 15 વર્ષ જૂના છે. પાંચ વર્ષ જૂના કિસ્સાની સંખ્યા 47 થવા જાય છે. જે કિસ્સાઓમાં પગલાં કે સજાનો નિર્ણય લેવાનો થાય છે તે પૈકી 54 ટકા એટલે કે 38 કિસ્સા વન અને પર્યાવરણ વિભાગના, 28 કિસ્સા નર્મદા અને જળસંપત્તિ વિભાગના તેમજ 26 કિસ્સા મહેસૂલ વિભાગના છે.

કુલ કિસ્સા પૈકી 123માં પ્રથમદર્શી માહિતી અહેવાલ નોંધવામાં આવ્યો છે, જ્યારે બાકીના 48 કિસ્સાઓમાં હજી વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ફોજદારી તપાસ બાકી છે તેવા 45 અને પગલાં શરૂ થયા છે પરંતુ આખરી નિર્ણય બાકી છે તેવા 23 કિસ્સા છે. કાનૂની અદાલતોમાં 57 કેસ પડતર છે. ચોંકાવનારી બાબત એવી છે કે 45 કેસમાં ફોજદારી પ્રક્રિયા પૂર્ણ થઇ છે છતાં રકમની વસૂલાત થઇ શકી નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Y8ddyu
via IFTTT

Post a Comment

أحدث أقدم