કોમર્સ ઓફલાઈન પ્રવેશમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીની અરજી


ગુજરાત યુનિ.ના બી.કોમ. સહિતના 

કોલેજોમાં કુલ 42 હજારથી વધુ અરજીઓ આવી પરંતુ હાલ પ્રવેશ માત્ર 1,700 જ થયા

અમદાવાદ : ગુજરાત યુનિ.ની યુજી કોમર્સ પ્રવેશ પ્રક્રિયામાં ઓનલાઈન બાદ હાલ ઓફલાઈન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે 14 હજારથી વધુ વિદ્યાર્થીએ કોલેજોમાં ફોર્મ ભર્યા હતા અને જેની સામે  માત્ર 1700 જ વિદ્યાર્થીના પ્રવેશ ગઈકાલ સુધી થયા હતા.

બી.કોમ,બીબીએ,બીસીએ સહિતના કોમર્સ ફેકલ્ટીના કોર્સમાં ગુજરાત યુનિ.દ્વારા ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ કરાયા બાદ ખાલી પડેલી 20 હજારથી વધુ બેઠકો માટે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે.

જેમાં રજિસ્ટર્ડ થયેલા અને મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓએ કોલેજો ખાતે જઈને ફોર્મ ભરવાના હતા.તમામ કોલેજોમાં કુલ 42 હજારથી વધુ અરજી આવી છે.મોટા ભાગે એક વિદ્યાર્થીએ ત્રણથીચાર કોલેજોમાં ફોર્મ ભર્યા છે.જેથી લગભગ 14 હજરથી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.

કોલેજો દ્વારા જાહેર કરાયેલા મેરિટ-એડમિશન લિસ્ટ મુજબ ગઈકાલ સુધીમાં માંડ 1700થી વધુ વિદ્યાર્થીના પ્રવેશ થયા છે.હજુ પ્રવેશ કન્ફર્મ કરવા માટે બે દિવસ છે.27મીએ યુનિ.દ્વારા ખાલી બેઠકો જાહેર કરવામા આવશે અને ત્યારબાદ સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા બંધ કરી દેવાશે.

ખાલી બેઠકો જે તે કોલેજને પોતાની રીતે ભરવા સોંપી દેવાશે અને વિદ્યાર્થી પોતાની રીતે પ્રવેશ લઈ શકશે તેમજ કોેલેજ પણ ઈન્ટર-સે મેરિટ વગર પ્રવેશ આપી શકશે.પ્રવેશ પ્રક્રિયા બાદ આ વર્ષે કોમર્સમાં 10 હજાર બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.

યુજી અને પીજી કોમર્સ બંને માટે નવુ રજિસ્ટ્રેશન 

ગુજરાત યુનિ.દ્વારા યુજી કોમર્સ પ્રવેશમાં નવુ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવ્યુ છે.બેઠકો ખાલી રહે તેમ હોવાથી અગાઉ રજિસ્ટર્ડ ન થયેલા કે રજિસ્ટ્રેશન કરવાનું ચુકી ગયેલા રેગ્યુલર-પુરક પાસ અને  જુના-નવા તમામ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવ્યુ છે.26મી સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે.

27મીએ જાહેર થનારી ખાલી બેઠકોમાં આ નવા વિદ્યાર્થી પોતાની રીતે કોલેજમાં જઈને પ્રવેશ લઈ શકશે.આ ઉપરાંત પીજી કોમર્સ એટલે કે એમ.કોમ માટે પણ નવુ રજિસ્ટ્રેશન શરૂ કરવામા આવ્યુ છે.જે 26મી સુધી થશે.27મી એ જાહેર થનારી ખાલી બેઠકોમાં નવા વિદ્યાર્થી ઓફલાઈન પ્રવેશ લઈ શકશે.એમ.કોમની હાલની ઓફલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયામાં 15596 અરજી કોલેજોમાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vNWlKk
via IFTTT

Post a Comment

أحدث أقدم