
- પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની બંદુક સહિત ૧૬,૫૬૦નો મુદ્દામાલ કબ્જે લીધો
વિરમગામ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ પોલીસ સ્ટેશનના ઇ. પી.એસ.આઇ. સહિતના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે સુંવાળા ગામની સીમમાં નર્મદા કેનાલના સાઇફન આગળ ત્રણ ઇસમો હથિયાર લઈને શિકાર કરવા મોટર સાયકલ લઈ ફરી રહેલ છે.
જે બાતમીના આધારે રેડ કરતા (૧) ગફરભાઈ ગલુભાઈ સંધી (રહે. નંદાસણ), (૨) રમઝાન શેરમહંમદ શરીફ રાઠોડ (રહે. કડી), (૩) અલ્તાબ શાહભાઈ સંધી રહે (ટુડાલી) દેશી બનાવટની જામનગરી બંદુક નંગ-૧ જેની કિંમત રૂા. ૫,૦૦૦ મોટર સાયકલ કિંમત રૂા. ૧૦,૦૦૦ મોબાઇલ નંગ ૩ કિંમત રૂા. ૧૫૦૦ તથા છ છરા અને ગન પાઉડર (દારૂગોળો) કુલ રૂા. ૧૬,૫૬૦ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા. ત્રણેય આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3issth0
via IFTTT
Post a Comment