વિરમગામ પાસેની નર્મદા કેનાલમાંથી યુવાનની લાશ મળતા ચકચાર


- મૃતક યુવાન કડી તાલુકાના કલ્યાણપુરાનો હોવાનું બહાર આવ્યું

વિરમગામ : વિરમગામ સુ.નગર હાઇવે ઉપર પસાર થતી સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાંથી ૨૬ વર્ષીય યુવાનની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. 

વિરમગામ સુ.નગર હાઇવે ઉપર થોરી મુબારક પાસે નર્મદા કેનાલ પસાર થાય છે ત્યારે નર્મદા કેનાલની અંદર એક યુવાનની લાશ તરતી હોવાનું ગ્રામજનોએ નજરે જોતાં આ ઘટનાની જાણ વિરમગામ ગ્રામ્ય પોલીસને કરતા ગ્રામ્ય પોલીસે વિરમગામ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નગીનભાઈ દલવાડી અને ચેતનભાઈને કરતા ઘટના સ્થળે દોડી આવી યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી. મરણ જનાર અશ્વિન ભાઈલાલઊભાઈ મોચી (રહે. કલ્યાણપુરા, તા. કડી) રહેવાસી હોવાનું જાણવા મલેલ છે. મરણ જનાર યુવાન અપરણિત હતો મૃતકની લાશનું પી.એમ. કરી લાશ વાલી- વારસોને સોંપવામાં આવી હતી. આ બનાવની તપાસ વિરમગામ ગ્રામ્ય હેડકોન્સ્ટેબલ રમેશભાઈ ચલાવી રહ્યા છે. મરણ જનાર યુવાને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3uMKEmJ
via IFTTT

Post a Comment

Previous Post Next Post