અમિત શાહ રાષ્ટ્રીય એકતા દિવસે હાજરી આપશે


કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના બે દિવસીય પ્રવાસે

આણંદમાં અમૂલના યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોસેસ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેશે

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. 31મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આયોજીત રાષ્ટ્રીય એકતા પરેડમાં અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત તેઓ અમૂલના 75 વર્ષ પૂર્ણ થતાં આણંદ પણ જશે.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કેવડિયામાં પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસદળના બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ સહિતની પ્લાટુન પણ ભાગ લેશે.

આ ઉપરાંત બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પણ હિસ્સો લેનાર છે. આ વર્ષે કેવડિયામાં એકતા પરેડ ઉપરાંત મોટરસાયકલ રેલી, માર્શલ આર્ટ નિદર્શન,  સ્કુલ બેન્ડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યા છે.

આ એકતા પરેડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. ઉલ્લેખનીય છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ એકતા પરેડમાં આવવાના હતાં પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો કેમકે, વડાપ્રધાન રોમ પહોચ્યાં છે. અમિત શાહ રવિવારે સવારે આઠ વાગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચશે.  વડોદરાથી તેઓ હેલિકોપ્ટરમાં કેવડિયા જશે. આ કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ સીધા જ આણંદ જશે.

અમૂલને 75 વર્ષ પૂર્ણ થતાં યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોસેક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તા.1લીએ અમિત શાહ અમદાવાદમાં ગોતાથી ઝાયડસ હોસ્પિટલ સુધીના ઓવરબ્રિજનું ય ઉદઘાટન કરશે. બે કિમી લાંબા ઓવરબ્રિજને ખુલ્લો મૂકાતાં સરખેજથી ગાંધીનગર સુધી ટ્રાફિક સમસ્યા વધુ હળવી બનશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Bulg6P
via IFTTT

Post a Comment

Previous Post Next Post