
ઝુંડાલ સ્થિત શ્રી હરિ ગ્રીનની ઘટના:માતાની તબિયત સારી ન હોવાથી તે પરિવાર સાથે લખનૌૈ ગયા હતા
અમદાવાદ : પંડિત દિનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી (પીડીપીયુ)માં ફરજ બજાવતા ુપ્રોફેસરના ઝુંડાલ સ્થિત બંધ મકાનને તસ્કરોએ ટારગેટ કરીને રૂ.5.38 લાખની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ ચાંદખેડા ખાતે નોંધવામાં આવી છે. પ્રોફેસરની માતા હાલ બિમાર હોવાને કારણે તે પરિવાર સાથે લખનૌ ખાતે ગયા હોવાથી ઘર બંધ હતું.
ઝુંડાલ શ્રીહરિ ગ્રીન્સમાં રહેતા અનુરાગ પ્રિયદર્શી પીડીપીયુમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. છેલ્લાં ઘણા દિવસથી તેમની માતાની તબિયત નાદુરસ્ત રહેતી હોવાને કારણે તે તેમના પત્ની સાથે તેમના વતન લખનૌ ખાતે ગયા હતા.
શનિવારે સવારે પાડોશીએ અનુરાગના ઘરનો ઘરનો મુખ્ય દરવાજો તુટેલો જોતા અનુરાગને ફોન કરીને જાણ કરી હતી. પરંતું તેઓ તાત્કાલિક લખનૌથી આવી શકે તેમ ન હોવાને તેમણે એમદાવાદ લૉ ગાર્ડન ખાતે રહેતા તેમના ૂબનેવી સુનિલ સહાયને ફોન કરીને ઘરે મોકલ્યા હતા.
જેમાં તપાસ કરતા ઘરમાંથી રૂ. 5.28 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને દશ હજારની રોકડની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અનુરાગનું મકાન છેલ્લાં એક માસથી બંધ હોવાથી તસ્કરોએ રેકી કરીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ માની રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pyGYUI
via IFTTT
إرسال تعليق