અમદાવાદ,તા.30 સપ્ટેમ્બર 2021, ગુરૂવાર
તા.૧ એક્ટોબરથી પશ્ચિમ રેલવેની ટ્રેનો માટે નવું ટાઇમ ટેબલ અમલી બનશે. જેમાં અમદાવાદ વિભાગમાં હિંમતનગર-અસારવા સ્પેશિયલ ટ્રેન ઔઅડધો કલાક મોડી ઉપડશે.મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ૫૦ મિનિટ વહેલી ઉપડશે. જ્યારે વિરમગામ-મહેસાણા સ્પેશિયલ એક કલાક મોડી ઉપડશે. અન્ય ટ્રેનોના સમયમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
અમદાવાદ વિભાગમાં વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનો માટે નવુ સમયપત્રક બનાવાયું છે. મુસાફરોની સુવિધા અને માંગને ધ્યાને લઇને આ ફેરફાર કરાયો છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના પીઆરઓ જિતેન્દ્રકુમાર જૈનના જણાવ્યા મુજબ અમદાવાદ વિભાગની ૧૪ ટ્રેનોમાં વિશેષ ફેરફાર લાગુ કરાયો છે. બાકીની ટ્રેનોમાં આંશિક ફેરફાર રહેશે. મુસાફરોએ મુસાફરી કરતા પહેલા ટ્રેનના સમય અંગે રેલવેની વેબસાઇટ કે પછી હેલ્પલાઇન નંબર પરથી જાણકારી મેળવીને મુસાફરી કરવાની અપીલ કરાઇ છે.
અમદાવાદ-યોગનગરી અને અમદાવાદ-જમ્મુતવી સ્પેશિલ ટ્રેન હાલના તેના નિર્ધારિત સમય કરતા પાંચ મિનિટ વહેલી ઉપડશે. હિંમતનગર-અસારવા સ્પેશિયલ હિંમતનગરથી ૫ઃ૩૦ને બદલે ૬ ઃ૦૦ વાગ્યે ઉપડશે. અસારવા-હિંમતનગર સ્પેશિયલ ૧૯ઃ૦૦ કલાકને બદલેે ૧૯ઃ૧૦ કલાકે ઉપડશે. ટ્રેન નં. ૦૯૪૮૭ મહેસાણા-વિરમગામ સ્પેશિયલ ૯ઃ૨૦ને બદલે ૮ઃ૩૦ કલાકે ઉપડશે.
ટ્રેન નં. ૦૯૪૯૨ વિરમગામ-મહેસાણા ૧૭ઃ૨૫ને બદલે ૧૮ઃ૨૫ કલાકે ઉપડશે. ટ્રેન નં. ૦૯૪૯૧ મહેસાણા-વિરમગામ ૧૯ઃ૩૦ને બદલે ૨૦ઃ૧૫ કલાકે ઉપડશે. આ ઉપરાંત શ્રીગંગાનગર-બાન્દ્રા ટર્મિનસ, આબુરોડ-મહેસાણા, ભગત કી કોઠી-સાબરમતી, જોધપુર-સાબરમતી, જોધપુર-પુણે સહિતની સ્પેશિયલ ટ્રેનોના સમયમાં પણ પાંચ મિનિટ સુધીનો વધારો-ઘટાડો કરાયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3F4QtjT
via IFTTT
Post a Comment