અમદાવાદ,તા.30 સપ્ટેમ્બર 2021, ગુરૂવાર
પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં તા.૧૬ સપ્ટેમ્બરથી તા.૩૦ નવેમ્બર દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવાયું હતું. જેમાં સ્ટેશન, યાર્ડ, રેલવે પરિસર, સાધનો, રેલવે ટ્રેક, રેલવો કોલોનીઓ, હોસ્પિટલો, કચેરીઓમાં જોરશોરથી સપાઇ કરવામાં આવી હતી. રેલવે દ્વારા અમદાવાદ સ્ટેશન પર મુસાફરોને પાંચ હજારથી વધુ છોડવા મફતમાં આપવામાં આવ્યા હતા.
આ અંગે અમદાવાદ વિભાગીય વડા તરૂણ જૈનના જણાવ્યા મુજબ સ્વચ્છતા બાબતે હવે રેલવેમાં સારૂ કામ થઇ રહ્યું છે. રેલવે સ્ટેશન, ટ્રેનો, ટોઇલેટ, રેલવે પરિસર સ્વચ્છ જોવા મળે છે. મુસાફરોમાં સ્વચ્છતા બાબતે સારી એવી જાગૃતિ આવી છે. જેના કારણે આ શક્ય બન્યું છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે , પાણીની બોટલોના રિસાયકલીંગ માટે ક્રશર મશીનો મુકવામાં આવ્યા છે.ખાણીપીણીના સ્ટેન્ડો પર પણ સ્વચ્છતા બાબતનું ધ્યાન અપાઇ રહ્યું છે.
અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરને વધુ સુંદર, સ્વચ્છ અને મુસાફરલક્ષી બનાવવામાં આવી રહ્યું છે. સ્ટેશન પરિસરમાં સફાઇ કર્મચારીઓને મોટી સંખ્યામાં રાખવામા ંઆવ્યા છે જે સતત સફાઇ કરીને સ્વચ્છતા રાખશે. મુસાફરોને પણ સફાઇ પ્રત્યે ધ્યાન આપવા માટે અપીલ કરાઇ છે.
અમદાવાદ વિભાગમાં પાણી ભરાઇ રહેતા હોય તેવા સ્થળોએ સફાઇ કરાઇ, ફોગિંગ મશીન દ્વારા મચ્છરોના ઉપદ્રવ ઘટાડાયો અને રેલવે પરિસર, કોલોનીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3urd9Gd
via IFTTT
Post a Comment