વસ્ત્રાલમાં મ્યુનિ.તંત્રે ખોદેલા ખાડામાં બાઇક ચાલક પડયો

અમદાવાદ,તા.30 સપ્ટેમ્બર 2021, ગુરૂવાર

વસ્ત્રાલ વોર્ડમાં રિંગ રોડ પર માધવની પોળ હોટલની પાછળ આવેલા રોડ પર કોર્પોરેશને ખોદેલા ખાડામાં ગુરૂવારે રાત્રે ૮ વાગ્યે એક બાઇક સવાર પડયો હતો. સ્પીડમાં આવતી બાઇક અચાનક આવેલા ખાડામાં ખાબકતા ચાલકને મોઢાને ભાગે તેમજ શરીર પર ઇજાઓ થતા લોહલુહાણ થયો હતો. રાહદારીઓએ ઇમરજન્સી સેવા ૧૦૮ને કોલ કરીને યુવાનને સારવાર માટે મોકલ્યો હતો.

પૂર્વ અમદાવાદના રોડ શહેરીજનો માટે ચોમાસા દરિયાન કેટલા જોખમી બની ગયા છે તેનું તાજુ ઉદાહરણ ગુરૂવારે રાત્રે જોવા મળ્યું હતું. આ અંગે સ્થાનિક આગેવાન કપિલ દેસાઇના જણાવ્યા મુજબ વસ્ત્રાલ વોર્ડમાં માધવપોળ હોટલની પાછળના ભાગના રોડ પર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખાડો ખોદવામાં આવ્યો છે.

આ ખાડાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. નવાઇની વાત એ છેકે આ રોડ પર સ્ટ્રીટલાઇટો પણ બંધ પડી છે. જેના કારણે અંધારામાં રોડ પરનો આ ખાડો જોઇ શકાતો નથી. આવા જ એક કિસ્સામાં ગુરૂવારે રાત્રે ૮ વાગ્યે એક બાઇક સવાર આ ખાડામાં પડયો હતો.જેના લીધે તેને ગંભીર ઇજા થતા ૧૦૮ દ્વારા સારવારમાટે રવાના કરાયો હતો.

મ્યુનિ.તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ શહેરીજનોને ભોગવાનો વારો આવ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3in2V4J
via IFTTT

Post a Comment

Previous Post Next Post