લગ્નની લાલચ આપી સાઇબર ગઠિયાએ યુવતી પાસે થી રૃા. 13.26 લાખ પડાવ્યા

 અમદાવાદ,શુક્રવાર

નવરંગપુરામાં રહેતી અને એલ.એલ.બીનો અભ્યાસ કરતી યુવતીને યુ.કે.માં રહેતા શખ્સે પોતે ઓર્થો.ડૉક્ટર હોવાની વાત કરી હતી અને બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ તથા યુનોયુનોમાં નોકરીનું ખોટુ આઇ.કાર્ડ મોકલીને વિશ્વાસ સંપન્ન કર્યા બાદ અમદાવાદ આવતો હોવાની ખોટી વાત ઉપડાવીને રસ્તામાં પોલીસે ખોટા કેસમાં પકડયો હોવાની વાત કરી હતી અને  ટુકડે ટુકડે યુવતી પાસેથી રૃા. ૧૩.૨૬ લાખ પડાવ્યા હતા.

બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ, યુનોયુનોમાં નોકરીનું ખોટુ આઇડી  કાર્ડ મોકલી વિશ્વાસ સંપન્ન કરી બહાના બતાવી લાખો પડાવ્યા

આ કેસની વિગત એવી છે કે નવરંગપુરા વિસ્તારમાં રહેતી અને એલ. એલ.બીનો અભ્યાસ કરતી ૨૯ વર્ષની યુવતીએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરવ યશ આચાર્ય અને યશ આચાર્ય તથા ધ્વનિ શ્રી વાસ્તવ તેેમજ યાના ગુપ્તા નામના શખ્સો સામે ફરિયાદ નોધાવી છે કે યુવતી મટ્રોમોનિયલ સાઇટ પરથી યસ નામના યુવકના સંપર્કમાં આવી હતી. તે  પોેતે લીવરપુલ યુ.કે. ખાતે રહેતો હોવાની તથા યુનાઈટેડ નેશન ના પીસ પીસ મિશનમાં યમન દેશમાં ઓર્થોપેડિક સર્જન તરીકે નોેકરી કરતો હોવાની વાત કરી હતી અને યુ.કેમાં પોતાનું મકાન ધરાવતો હોવાની વાત કરીને બનાવટી ડ્રાઇવિંગ લાઇસન્સ તથા યુનો યુનોમાં નોકરી કરતો હોવાનું ખોટુ આઇકાર્ડ સોશિયલ મિડિયા મારફતે મોકલીને યુવતીને  પ્રભાવિત કરી હતી.

ત્યારબાદ પિતા સાથે ભારત આવવાની વાત કરી હતી અને ટિકીટ બુકિંગ કરાવવાની વાત કરીને એજન્ટના ખાતામાં આરવે ૩૦૦૦ ડોલર જમા કરાવડાવ્યા હતા. ત્યારબાદ નોકરીનો કોન્ટ્રાકટ અધવચ્ચે છોડવા માટે વધારાના રૃપિયા આપવા પડશે કહીને ફરિયાદી યુવતી સાથે વાત કરીને રૃા. ૨, ૫૬,૭૫૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તુર્કી  એરપોર્ટ પર બનાવટી મની લોન્ડરિંગ કેસમાં ઝડપી પાડયો હોવાની વાત કરીને બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. એટલું જ નહી જુલાઇ મહિનામાં દિલ્હી એરપોર્ટ પર કોઇ ગુનામાં ધરપકડ કરીને છૂટકારા માટે  ૭૫૦૦૦ રૃપિયા દંડની માંગણી કરાવી હતી, યુવતીને શંકા જતાં આવી કોઇ ફ્લાઇટ આવી ન હોવાનું જાણ થઇ હતી આમ સાઇબર ગઠિયાએ યુવતી પાસેથી જાત જાતના બહાને કુલ રૃા. ૧૩.૨૬,૮૫૦ની ઠગાઇ કરી હતી.





from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mglRDp
via IFTTT

Post a Comment

أحدث أقدم