
નેશનલ ઇન્સ્યોરન્સ એકેડમી દ્વારા
ઇન્સ્યોરર્સ, રિઇન્સ્યોરર્સ, ઇન્સ્યોરન્સ બ્રોકર્સ, ઇન્સ્યોરટેક અને બીજી જરૂરિયાતો માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અને તાલીમની વ્યવસ્થા
ગાંધીનગર : વીમા શિક્ષણ, અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત સંસ્થા નેશનલ ઇન્સ્યોરન્સ એકેડમી (એનઆઇએ) એ ઇન્સ્યોરન્સ, રિઇન્સ્યોરન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને ટેક્નોલોજીમાં કાર્સિસ ઓફર કરવા માટે ભારતના પ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (આઇએફએસસી) ધરાવતા ગિફ્ટ સિટી સાથે જોડાણ કર્યું છે.
ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ સેક્ટર અપાર સંભાવનાઓ ધરાવે છે. આ સહયોગથી ગિફ્ટ સિટીમાં ઇન્સ્યોરન્સ અને રિસ્ક મેનેજમેન્ટ ક્ષેત્રે સહભાગીઓને ક્ષમતા નિર્માણની સુવિધા પ્રદાન થશે.
આ જોડાણના ભાગરૂપે ઇન્સ્યોરર્સ, રિઇન્સ્યોરર્સ, ઇન્સ્યોરન્સ બ્રોકર્સ, ઇન્સ્યોરટેક અને ઇન્સ્યોરન્સ સંબંધિત બીજી જરૂરિયાતો માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અને તાલીમની તકો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બંન્ને સંસ્થાનો સાથે મળીને ગિફ્ટ સિટીમાં કાર્યરત વૈશ્વિક કંપનીઓના લાભાર્થે રિસર્ચ, નોલેજ સેમિનાર્સ અને વેબીનાર્સ માટે પ્લેટફોર્મ તૈયાર કરવાની દિશામાં કામ કરશે.
એનઆઇએ સાથે જોડાણ અંગે પ્રતિક્રિયા આપતાં ગિફ્ટ સિટીના એમડી અને ગ્રૂપ સીઇઓ તપન રે એ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં કામ કરતી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપનીઓની સંખ્યામાં સતત વૃદ્ધિ સાથે ફાઇનાન્સિયલ સર્વિસિસ સ્પેક્ટ્રમના ઝડપથી ઉભરતાં કાર્યક્ષેત્રો સાથે સુસંગત રહેવા માટે કૌશલ્યમાં સુધારો અને કૌશલ્યમાં વધારો કરવું મહત્વપૂર્ણ છે.નેશનલ ઇન્સ્યોરન્સ એકેડમીના ડાયરેક્ટર જી. શ્રીનિવાસને કહ્યું હતું કે, ઇન્સ્યોરન્સ ક્ષેત્રે ખૂબજ સકારાત્મક ભૂમિકા ભજવવા ગિફ્ટ સિટી ઉભરી રહ્યું છે અને વૈશ્વિક બજાર માટે તેમાં ઇન્સ્યોરન્સ અને રિઇન્સ્યોરન્સ હબ તરીકે ઉભરી આવવાની ક્ષમતા છે.
એનઆઇએ ઇન્સ્યોરન્સ અને રિસ્ક મેનેજમેન્ટ ક્ષેત્રે 40 વર્ષના અનુભવ સાથે ઇન્સ્યોરન્સ સ્ટ્રીમને વાઇબ્રન્ટ બનાવવા, ઇન્સ્યોરટેક ઇકોસિસ્ટમના નિર્માણ, એક્ચ્યુરિયલ પ્રોફેશનલના વિકાસમાં અને મોટાપાયે વૈશ્વિક વિસ્તરણ માટે કૌશલ્ય નિર્માણમાં યોગદાન આપી શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3FdCND8
via IFTTT
إرسال تعليق