જન્માષ્ટમીની રાતે ખૂની ખેલ ખેલાયો યુવકને ચાકુના ઘા મારી રહેસી નાંખ્યો

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. રામોલ તેમજ વટવા જીઆઇડીસી વિસ્તારમાં બે યુવકની હત્યા કરી આરોપી ફરાર થઇ ગયા હતા. જેમાં ખાસ કરીને જન્માષ્ટમીની મધરાતે રામોલ વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો, મિત્રો સાથે ચા પીવા ગયેલા યુવકને ઉપરા છાપરી ચાકુના ઘા ઝીંકીને રહેસી નાંખ્યો હતો. જ્યારે વટવામાં નિદોષ યુવકને અજાણ્યા શખ્સોએ ચાકુના છ ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.

વટવામાં અજાણ્યા શખ્સોએ નિદોષ યુવકને ચાકુના છ ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

આ કેસની વિગત એવી છે, અમરાઇવાડી વિસ્તારમાં રામરાજ્ય નગર પાસે સંતોષીનગર સોસાયટી વિભાગ-૧ માં રહેતા ગાયત્રીદેવી  રમાકાંત મિશ્રાએ રામોલ પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડી વૃંદાવન સોસાયટીમાં રહેતા અજય ઉર્ફે  અજ્જુ રમેશભાઇ ખટીક તથા  રામોલ સુરોલિયા રોડ ઉપર ચન્દ્રવિહાર સોસાયટીમાં રહેતા સાગર ઉર્ફે સત્યનારાયણ ખટીક સામે ફરિયાદ નોધાવી છે કે પાંચ દિવસ પહેલા મિહિલના પુત્ર નિખીલેશે કહ્યું હતું કે સાગર ઉર્ફે શૂટર  અને ખટીકે રોકીને તુ પોલીસમાં મારી બોગસ ગીરી કરે છે, આ બાબતે ત્રણ વખત તકરાર થઇ હતી અને તેઓ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી   આપતા હતા.

માતાએ તારે તકરાર કરવાની નથી શાંતિથી ધંધો કરી ખા તેમ કહીને પોતાના પુત્રને ઠપકો આપ્યો હતો. બીજીતરફ  માતાને પણ ત્રણ દિવસ પહેલા આપરોપીએ તમારા દિકરાને હુ જીવ તો નહી છોડુ કહીને ધમકી  આપી હતી. ગઇકાલે રાતે જન્માષ્ટમી હોવાથી ફરિયાદી મહિલાનો પુત્ર અખિલેશ તથા તેનો મિત્ર એક્ટિવા પર સુરોલિયા એસ્ટેટ પાસે ચા પીવા માટે જતા હતા આ સમયે  આરોપી અજયે ફોન કરીને અમરાથ સોસાયટીના ઝાંપે બોલાવ્યો હતો. જ્યાં સાગર  અને અજય સહિત ત્રણ શખ્સો હાજર હતા. અજયે તુ મને બદનામ કેમ કરે છે કહીને તકરાર કરી હતી અને છરીથી હુમલો કર્યો હતો. આ સમયે છોડવવા વચ્ચે પડનારા યુવકને મિત્રને પણ માર્યો હતો.  ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન સિવિલમાં મોત નીપજ્યું હતું.

બીજા બનાવમાં સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોલવાડા ગામમાં રહેતા મહેશજી જગાજી ઠાકોર (ઉ.વ.૨૯) તાજેતરમાં નોકરી માટે અમદાવાદ વટવા વિસ્તારમાં રહેવા આવ્યો હતો જ્યાં ગત. ૨૭ના રોજ મધરાતે અજાણ્યા શખ્સોએ યુવકને વટવા જીઆઈડીસી ખાતે ફેઝ-૪ પાસ ઇન્ડો જર્મન ટુલ્સ રૃમના પાછળના ભાગે બોલાવીને તેના ઉપર ચાકુથી જીવલેણ હુમલો કરીને આડેધડ  શરીરે છ ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વટવા જીઆઇડીસી પોલીસે ખૂનનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Byt6Nf
via IFTTT

Post a Comment

Previous Post Next Post