
રાજીવ ગુપ્તાને ગૃહ સચિવનો ચાર્જ અપાયો
રાજીવ ગુપ્તા પાસે હવે ત્રણ મહત્ત્વના વિભાગોની જવાબદારી
અમદાવાદ : વયનિવૃત થતા અનિલ મુકિમે મુખ્ય સચિવપદેથી વિદાય લીધી હતી જયારે પંકજકુમારે મુખ્ય સચિવપદે પદભાર સંભાળ્યો હતો. આખરી દિને સમારોહ યોજી મુકિમને વિદાય આપી નિવૃત જીવનની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.
રાજ્યના નવનિયુક્ત પંકજ કુમારે મુખ્ય સચિવ તરીકે પદભાર સંભાળ્યો હતો. 1986ની બેચના આઇએએસ અધિકારી પંકજકુમારે મુખ્ય સચિવ તરીકે જવાબદારી અપાઇ છે તેન ખુબ જ નિષ્ઠાથી નિભાવશે અને તેમના વહીવટી અનુભવ થકી ગુજરાત વધુને વધુ પ્રગતિ સાધે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છેકે, મૂળ બિહારના વતની પંકજકુમારે સિવિલ એન્જિનિયરીંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. રાજયના વિવિધ જિલ્લામાં કલેક્ટર તરીકે સેવાઓ આપી છે. ગુજરાતમાં પૂર,વાવાઝોડુ ઉપરાંત કોરોનાકાળમાં મહત્વની કામગીરી કરી જનહિતલક્ષી કાર્યો કર્યા છે.
તેઓ છેલ્લે ગૃહ વિભાગના અિધક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી રહ્યા હતાં. વયનિવૃત થતા મુખ્ય સચિવ મુકિમે નવનિયુક્તિ મુખ્ય સચિવ પંકજકુમારને શુભેચ્છા આપી અિધકારી- કર્મચારીઓએ આપેલા સહયોગ બદલ આભાર માન્યો હતો.
વિદાય સમારોહમાં સામાન્ય વહીવટ વિભાગના અગ્ર સચિવ એ.કે. રાકેશે સ્વાગત પ્રવચન કર્યુ હતું. પંકજકુમારે મુખ્ય સચિવનો પદભાર સંભાળ્યા બાદ ઉદ્યોગ વિભાગના અિધક મુખ્ય અગ્ર સચિવ ડો.રાજીવ ગુપ્તાને ગૃહ વિભાગના અિધક મુખ્ય સચિવ તરીકે ચાર્જ અપાયો છે.
સચિવાલયમાં ચર્ચાઇ રહ્યું છે કે ડો. રાજીવકુમાર ગુપ્તા એવા અધિકારી બન્યાં છે કે જેમને ઉદ્યોગ અને ગૃહ વિભાગ એમ બન્ને મહત્વના વિભાગોનો ચાર્જ આપવામાં આવ્યો છે.
અગાઉ જ્યારે પંકજકુમાર મહેસૂલ વિભાગમાં અધિક મુખ્ય સચિવ હતા ત્યારે તેમને ગૃહ વિભાગનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમની ગૃહ વિભાગમાં કાયમી નિયુક્તિ કરવામાં આવી હતી.
રાજીવકુમાર ગુપ્તા પણ 1986ની બેચના અધિકારી છે. તાજેતરમાં વન અને પર્યાવરણ વિભાગમાંથી તેમની બદલી ઉદ્યોગ વિભાગમાં કરવામાં આવી હતી. તેમની પાસે સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજીંગ ડિરેક્ટરની પણ વધારાની જવાબદારી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jxqSaM
via IFTTT
Post a Comment