બિસ્કીટના રૃપિયા માગતા દુકાનદાર દંપતિ પર ચાકુથી જીવલેણ હુમલો

અમદાવાદ,મંગળવાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ના રહ્યો હોય તેમ નિર્દોષ લોકો પર ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરતા પણ અચકાતા નથી. સરસપુરમાં દુકાનદારે બિસ્કીટના રૃપિયા માગતા ચાર શખ્સોએ દુકાનદાર યુવક અને તેની પત્ની પર ચાકુથી જીવેલેણ હુમલો કર્યો હતો. જ્યારે મેઘાણીનગરમાં પાર્ક કરેલા વાહનોમાં તોેડફોડ કરી હતી અને રિક્ષા ચાલક યુવકને બે શખ્સોએ  ઢોર માર મારીને ધારિયાથી હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ યુવક સારવાર હેઠળ છે.

મેઘાણીનગરમાં  વાહનોની તોડફો કરી ઃ રિક્ષા ચાલકને ઢોર માર મારી ધારિયું મારતાં ગંભીર  હાલતમાં સારવાર હેઠળ  

 આ કેસની વિગત એવી છે કે સરસપુર સેવંતિલાલની ચાલીમાં રહેતા અને ચાલીના નાકે અંકિત પાન પાર્લર નામે દુકાન ધરાવતા પ્રવીણભાઇ બાલસિંગજી ઠાકોર (ઉ.વ.૫૦)એ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાંં બોબડો પટણી તથા વિષ્ણું મરાઠી અને સેવંતિલાલની ચાલીમાં રહેતા ઇન્ડલ  ઉર્ફે ઝંડુ સુભાષભાઇ મારવાડી તેમજ કોટવાળી ચાલી બોમ્બે હાઉસિંગ સામે રહેતા લાલાભાઇ ડાહ્યાભાઇ ઠાકોર સામે ફરિયાદ નોધાવી છે કે તા. ૨૯ના રોજ રાતે ૧૦ વાગે તેેઓ દુકાન બંધ કરતા હતા આ સમયે આરોપીઓએ  બિસ્કીટનું પેકેટ માંગતા તેમણે પેકેટ આપ્યા બાદ રૃપિયાની માગણંી કરી હતી. તુ કેમ અમારી પાસે રૃપિયા માંગે છે કહી તકરાર કરી હતી.

એકદમ  ઉશ્કેરાઇ જઇને ફરિયાદીને ત્રણ લાફા મારી દીધા બાદ નીચે પાડીને ઢોર માર  માર્યો હતો. લાલા ઠાકોરે ચાકુથી હુમલા કર્યો હતો. પત્ની વચ્ચે પડતાં તેઓને ચાકુ વાગ્યું હતું, બીજા શખ્સોએ લોખંડની પાઇપથી  માર માર્યો હતો.

બીજા બનાવમાં મેઘાણીનગરમાં ચમનપુરા ખાતેઔડાના મંકાનમાં  રહેતા અને  લોડિંગ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા રમેશભાઇ છપ્પનભાઇ પટણીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા  હિતેષ પટણી તથા રામેશ્વર પાસે રહેતા બલ્લું પટણી સાંમે ફરિયાદ નોધાવી છે કે તા. ૨૮ના રોજ રાતે આરોપીૈઓ પાર્ક કરેલી રિક્ષાઓ તથા બોલંરો કાર સહીતના વાહનોને પાઇપથી  તોડફોડ કરી રહ્યા હતા. યુવકે તેઓને રોકવા જતાં પાઈપ ફરિયાદી તથા તેમના સગાને મારી હતી. માથામાં પાઇપ વાગવાથી ફરિયાદી ગંભીર રીતે ઘાયલ થતાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DJ7Q9x
via IFTTT

Post a Comment

Previous Post Next Post