દેત્રોજમાંથી રૂ. 50 હજારની કિંમતના ગાંજા સાથે 1 ઝડપ્યો


- પોલીસે મોબાઇલ, રોકડ અને કાર સહિત રૂ.૫,૫૪ લાખની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો

સાણંદ : દેત્રોજ પંથકમાં ગાંજાની હેરાફેરી કરી તગડી કમાણી કરતા હોવાની એસઓજીને મળેલી બાતમીના આધારે એસઓજીએ રેડ કરી ગાંજાની હેરાફેરી કરતો કડી તાલુકાના બોરીસણા ગામને શખ્સને રૂપિયા ૫૦,૩૫૦ની કિંમતના ગાંજા અને રોકડ મોબાઇલ અન કાર સહિત રૂપિયા ૫,૫૪,૯૦૦ની કિંમતના મુદામાલ સાથે ઝડપી લીધો છે.

દેત્રોજ પંથકમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોને નશાના રવાડે ચઢાવવા ગાંજાની હેરાફેરી કરવામાં આવી રહી છે.તેવ અમદાવાદ ગ્રામ્ય એસઓજીને મળેલી બાતમીના આધારે એસઓજીએ દેત્રોજ રોડ પર ખાસ વોંચ ગોઠવી વાહનોનુ ચેકિંગ હાથ ધર્યું હતું. તેવામાં વિઠ્ઠલાપુર બાજુથી એક કાર આવત દેખાતા અટકાવી પોલીસે તપાસ કરતાં કારમાંથી રૂપિયા ૫૦,૩૫૦ની કિંમતનો ગાંજો ભરેલો થેલો મળી આવ્યો હતો.

પોલીસે કાર ચાલકની પુછપરછ કરતાં તે કડી તાલુકાના બોરીસણા ગામનો ઇન્દ્રવદન જયદેવભાઇ બારોટ હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની પાસેથી રૂપિયા ૧૪૫૦ની રોકડ રકમ,રૂપિયા ૩૦૦૦ની કિંમતનો મોબાઇલ અને રૂપિયા ૫૦૦૦૦૦ની કિંમતની કાર મળી રૂપિયા ૫,૫૪,૯૦૦ નો દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં ઇન્દ્રવદનની સઘન પુછપરછ કરતાં તે સુરતના અશ્વિન માલ્યા નામના શખ્સ પાસેથી ટ્રક મારફતે ત્રણેક દિવસ પહેલા પાંચ કિલો જેટલો ગાંજો લાવ્યો હતો.અને ઉઘરોજ ગામે રહેતા સીતારામ મહારાજને ગાંજો આપવા માટે જતો હોવાનું ખુલ્યું હતું.પોલીસે ઇન્દ્રવદન જયદેવભાઇ બારોટ વિરૂધ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇન્દ્રવદન વિરૂધ્ધ મહેસાણાના બાવળા પોલીસ મથકમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવાનો ગુનો નોંધાયો હોવાની તેની કારમાંથી પોલીસને એફઆઇઆર પણ મળી આવી હતી. ઇન્દ્રવદનની ઝીણવટભર તપાસ કરી પુછપરછ કરવામાં આવે તો કેટલા સમયથી આ વેપલો કરી રહ્યો છે અને કેટલા લોકોને ગાંજો પહોંચાડતો હોવાની માહિતી બહાર આવી શકે તેમ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WutRIk
via IFTTT

Post a Comment

أحدث أقدم