કોવિશિલ્ડના જથ્થાથી રસી લેનારાઓને ખાવા પડતા ધરમધક્કા


- સાણંદ સહિત જિલ્લામાં ખપ પુરતા

- રોજના ૧૫થી ૨૦ હજાર ડોઝની જરૂરિયાત સામે માત્ર ૧૦ હજાર કોવેકિસન ફાળવવામાં આવે છે

સાણંદ : સાણંદ સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોવિશિલ્ડની અછતના કારણે રસીનો બીજો ડોઝ લેનારાઓને ધરમ ધક્કા પડી રહ્યા હોવાની બૂમ ઉઠવા પામી છે.જિલ્લામાં રોજના ૧૫થી ૨૦ રસીના ડોઝની સામે માત્ર ૧૦ હજાર કોવેકિશન ફાળવવામાં આવતાં લોકોને તંત્ર સહિત લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

કોરોનાની ઘાતક બીજી લહેર બાદ અને કોરોના સામે લડવા માટે વેક્સિન એક માત્ર ઉપાય હોવાથી  અમદાવાદ જિલ્લામાં યુવાનો સહિત લોકોમાં રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગની મેગા ડ્રાઇવના દિવસે જિલ્લામાં ૯૩ હજાર જેટલા લોકોને રસી એક જ દિવસમાં આપવામાં આવી હતી.રસી લેવા માટે જિલ્લાના રસીકરણ સેન્ટર પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે,પરંતુ છેલ્લા બે દિવસથી કોવિશિલ્ડ ફાળવવામાં નહી આવતાં જિલ્લા આરોગ્ય તંત્ર વિમાસણમાં મુકાયું છે.તો સાથે સાથે જે લોકોએ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો છે. તેવા લોકોને કોવિશિલ્ડનો બીજો ડોઝ લેવા માટે ધરમ ધક્કા ખાવાની નોબત આવી છે.એટલું જ નહી જિલ્લામાં રોજના વેકિસનના ૧૫ થી ૨૦ હજાર ડોઝની જગ્યાએ માત્ર ૧૦ હજાર ડોઝ અને એ પણ કોવેકિસનના ફાળવવામાં આવતાં લોકોને હાલકી પડી રહી છે.કોરોનાની સંભવિત ત્રીજી લહેરને કારણે જિલ્લાના રસીકરણના દરેક સેન્ટર પર લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે.લોકો પોતાના બધા કામકાજ છોડી રસી લેવા કલાકો સુધી લાઇનમા ઉભા રહે છે.પરંતુ તંત્ર પાસે રસીનો પુરતા પ્રમાણમાં જથ્થો ન હોવાથી તંત્ર પણ લાચારી અનુભવી રહ્યું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ATIKmd
via IFTTT

Post a Comment

أحدث أقدم