
- સોકલી ગામ પાસેની ગમ ફેકટરી નજીક અકસ્માત
- સુરેન્દ્રનગરની ઇન્સ્યોરન્સ કંપનીનો બ્રાન્ચ મેનેજર વતન અમદાવાદ જતો ત્યારે અકસ્માત નડયો
વિરમગામ : વિરમગામ-અમદાવાદ હાઈવે પર દરરોજ દિવસ રાત્રિના નાના-મોટા અનેક વાહનો પસાર થાય છે ત્યારે જખવાડા ગામ પાસે અવાર-નવાર અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. હિન્દુસ્તાન ગમ પાસે અમેઝ ગાડીના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી હંકારી ડિવાઈડર કૂદાડી રોન્ગ સાઇડમાં જઈ સામેથી આવતા ટ્રક સાથે ભટકાડી ગાડીનાં ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ નિખીલકુમાર કંચનલાલ ચાવડા સુરેન્દ્રનગર નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા પોતાની કાર લઈ અમદાવાદ મોટેરા તેમના ઘરે આવી રહ્યા હતા ત્યારે સોકલી ગામથી આગળ હિન્દુસ્તાન ગમ ફેકટરી પાસે ચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદાવી અમદાવાદ તરફથી આવતી ટ્રક સાથે ભટકાડેલ જેમાં શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે વિરમગામ ગ્રામ્ય પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે વિરમગામ મહાત્મા ગાંધી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3AMmCdo
via IFTTT
إرسال تعليق