
- શહેરમાં મોટા ભાગના વિસ્તારમાં સમસ્યા વકરી
- ડેન્ગ્યુ, ચિકન ગુનિયાના વાવર વચ્ચે ગંદુ પાણી માર્ગો પર રેલાતા રોગચાળો વિકરાળ બને તેવી ભીતિ
ભૂગર્ભ ગટર ઉભરાવાના નવા નવા વિસ્તારોમાં ઉભરાવાની સમસ્યા વધી રહી છે ત્યારે વિરમગામ શહેર ભદ્ર વિસ્તારમાં પરકોટા, પટેલ વાડી, મોઢની વાડી પાછળ ગટરના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર ફેલાતા આ વિસ્તારના રહીશો દુકાનદારો વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આ વિસ્તારમાં ગાયત્રી મંદિર, રામજી મંદિર, સ્વામીનારાયણ મંદિર બેંક આવેલ છે. દરરોજ દર્શનાર્થીઓને ફરજીયાત ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે દર્શનાર્થીઓની લાગણીને ઠેસ પહોંચે છે. આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીની સમસ્યાને હલ કરવા રજૂઆત કરવામાં આવેલ છે.
ત્યારે આ જટીલ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે આ વિસ્તારના રહીશોની માંગણી છે અને ઉલ્લેખનીય છે કે વિરમગામ શહેરમાં જીયુડીસી ગાંધીનગર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની ફેજ-૧માં લાઈનો નાખવામાં આવી હતી ત્યારે નગરજનો એવું હતું કે ભૂગર્ભ ગટર ઉભરાવાનો પ્રશ્ન કાયમી હલ થશે પરંતુ આશા ઠગારી નીવડી. હાલ તો જે વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાતી ન હતી ત્યાં પણ ભૂગર્ભ ગટર ઉભરાવાનો નિત્ય ક્રમ બની ગયો છે અને ગટરના ગંદા પાણીની જાહેર આવનજાવનના રસ્તા ઉપર રેલમછેલ થાય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kInUAH
via IFTTT
إرسال تعليق