વાહનો માટેના CNGના ભાવમાં બે રૂપિયાનો વધારો કરાયો


રસોડામાં વપરાતા ગેસના ભાવમાં વધારો નથી કર્યો

ઓટો રિક્ષા, પેસેન્જર વાહનો સહિત અંદાજે 10 લાખ વપરાશકારોને માથે ખર્ચ બોજ વધશે

અમદાવાદ : સીએનજીનો સપ્લાય આપતી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાને સરકારે પાછો ખેંચાવવો જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં ઘટાડો થઈ રહ્યો હોવા છતાંય તેઓ ભાવ વધારી રહ્યાહોવાથી પ્રજાના હિતમાં સરકારે તેમને ભાવ ઘટાડવાની ફરજ પાડવી જોઈએ. 

ગુજરાત ગેસે સીએનજીના રૂા. 52.45થી વધારીને રૂા. 54.45નો ભાવ કર્યો છે. તેની અસર રિક્ષાચાલકો અને પેસેન્જર વેહિકલ, મોટર સહિતના વાહન ચાલકો પરનો ઇંધણ ખર્ચનો બોજ વધશે.

કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ ભાવમાં વધુ એક અને બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બંને કંપનીઓએ ગઈકાલે તેમના સીએનજીના ભાવમાં વધારો કરવાની જાહેરાત ગઈકાલે માડી રાત્રે કરી છે. આ વધારો 26મી ઓગસ્ટથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

જોકે બંને કંપનીઓએ પીએનજી એટલ ેકે ઘરઘરના રસોડામાં આપવામાં આવતા પાઈપ્ડ નેચરલ ગેસના ભાવમાં કોઈ  જ વધારો કર્યો નથી. પરિણામે પીએનજીના 19.50 લાખ વપરાશકાર્રાને માથે કોઈ જ ભાવ વધારો આવ્યો નથી. આ અગાઉ મોરબીના સિરામિક ઉદ્યોગ પર સીએનજીના ભાવ વધારાનો બોજ નાખવામાં આવ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wua5fn
via IFTTT

Post a Comment

أحدث أقدم