
માસ પ્રમોશન ઠુકરાવી
એ ગૂ્રપમાંથી 39માંથી 33, બી ગૂ્રપમાંથી 15માંથી 5 સહિત કુલ 38 વિદ્યાર્થી પાસ
અમદાવાદ : કોરોનાને લીધે ધો.10-12ના નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાઈ છે ત્યારે ધો.12 સાયન્સમાં કેન્દ્ર સરકારે સીબીએસઈની વૈકલ્પિક પરીક્ષા જાહેર કરતા ગુજરાત બોર્ડે પણ માસ પ્રમોશનથી સંતુષ્ટ ન હોય તેવા 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ખાસ બોર્ડ પરીક્ષા લીધી હતી.જેમાં નોંધાયેલા માત્ર 65 વિદ્યાર્થીમાંથી 54 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી 70 ટકા એટલે કે 38 વિદ્યાર્થી પાસ થયા છે.
ધો.12 સાયન્સના 1.07 લાખ નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આધારીત ફોર્મ્યુલાથી પાસ કરવામા આવ્યા છે ત્યારે માસ પ્રમોશન મુજબના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ જમા કરાવાની હતી અને તેઓની ફરીથી પરીક્ષા લેવાનાર હતી.જે ગત 12થી14 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં લેવાઈ હતી.
1.07 લાખમાંથી 65 વિદ્યાર્થીએ જ માર્કશીટ જમા કરાવી હતી. આ પરીક્ષા માટે નોંધાયેલા 65માંથી પણ પરીક્ષા 54 વિદ્યાર્થીએ આપી હતી અને બાકીના ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા આપનારા 54 વિદ્યાર્થીઓનું આજે પરિણામ જાહેર થયુ છે.જેમાંથી 38 વિદ્યાર્થી પાસ થયા છે. એ ગૂ્રપપના 39 વિદ્યાર્થીમાંથી 33 અને બી ગૂપના 15માંથી પાંચ વિદ્યાર્થી પાસ થયા છે.
એ ગૂ્રપમાં પાસ થનારા 33 વિદ્યાર્થીમાંથી 31 છોકરા અને 2 છોકરીઓ છે. બી ગૂ્રપમાં પાસ થનારા 15માં 4 છોકરા અને એક છોકરી છે.મહત્વનું છે કે આ બોર્ડ પરીક્ષાનું પરિણામ એકંદરે 70.37 ટકા સારૂ કહી શકાય પરંતુ માસ પ્રમોશનમાં પાસ થયેલા 16 વિદ્યાર્થીને પાસ થયેલી માર્કશીટ જમા કરાવી ભારે પડી છે કારણકે આ બોર્ડ પરીક્ષામાં તેઓ નાપાસ થયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wlfaax
via IFTTT
إرسال تعليق