ખાનગી યુનિ.ઓમાં ગ્રાન્ટેડ કોલેજોને જોડવાની મંજૂરી આપતો સુધારો રદ


અધ્યાપકોની એકતા સામે સરકારે ઝૂકવું પડયું

સરકારે એક્ટમાં સુધારો કરી આપેલી છુટ બાદ ભારે વિરોધ થતાં રાજ્યપાલની મંજૂરીથી જોગવાઇ રદ કરતો વટહૂકમ જાહેર

અમદાવાદ : અધ્યાપકોની એકતા અને રાજ્યવ્યાપી ભારે વિરોધ સામે અંતે સરકારે ઝુકવુ પડયુ છે.ખાનગી યુનિ.ઓમાં  ગ્રાન્ટેડ કોલેજોને જોડવાની મંજૂરી આપતો સુધારો અંતે રાજ્યપાલની મંજૂરીથી વટહુકમ બહાર પાડી રદ કરવામા આવ્યો છે.

હાલ વિધાનસભ ા સત્ર ચાલતુ ન હોવાથી ખાસ ઓડનન્સ જાહેર કરાયો છે પરંતુ આગામી સપ્ટેમ્બરમાં મળનારા વિધાનસભાના ટૂંકા સત્રમાં એક્ટમાં સુધારાના ઠરાવ પસાર કરવામા આવશે. ગુજરાત સરકારે 2009માં વિધાનસભામાં પસાર કરેલા પ્રાઈવેટ યુનિવસટી એક્ટ અંતર્ગત સુધારો કરી 2011માં ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિ.ઓના ટ્રસ્ટ હેઠળ ન જોડવાની જોગવાઈ દાખલ કરાઈ હતી.

પરંતુ કેટલાક ખાનગી યુનિ.ટ્રસ્ટોના દબાણને પગલે સરકારે તાજેતરમાં વિધાનસભામાં એક્ટમાં સુધારો કરી એમેન્ટમેન્ટ 2021 હેઠળ આ જોગવાઈ રદ કરી દીધી હતી અને નવા સુધારા મુજબ પ્રાઈવેટ યુનિ.ઓના ટ્રસ્ટ હેઠળની જે ગ્રાન્ટેડ કોલેજો હોય તેઓને સરકારી યુનિ.માંથી ડીએફિલિએટ કરી પ્રાઈવેટ યુનિ.માં જોડવાની મંજૂરી આપી દેવાઈ હતી.જેને પગલે રાજ્યભરમાં ભારે વિરોધ ઉભો થયો હતો.

ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા આ મુદ્દે ઉગ્ર લડત શરૂ કરાઈ હતી અને ત્યારબાદ ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ યુનિ.-કોલેજ ટીચર્સ ઓર્ગેનાઈઝેશનના નેજા હેઠળ આંદોલન શરૂ થયુ હતુ.ત્યારબાદ ગુજરાત યુનિ.શૈક્ષિક સંઘ પણ આ લડતમાં જોડાયુ હતુ.રાજ્યભરની તમામ ગ્રાન્ટેડ કોલેજોમાં દેખાવો કરવામા આવ્યા હતા.આ મુદ્દે સરકાર તેમજ રાજ્યપાલને પણ રજૂઆત કરવામા આવી હતી.

જો કે સરકારે સુધારો કરી આપેલી મંજૂરી બાદ જીટીયુ,ગુજરાત યુનિવસટી,એસપી યુનિ. તેમજ દક્ષિણ ગુજરાત યુનિ.સહિતની સરકારી યુનિ.ઓમાંથી ગ્રાન્ટેડ કોલેજોને ટ્રસ્ટોએ છુટી કરી પોતાની ખાનગી યુનિ.ઓમાં જોડી દીધી હતી.હજુ પણ ઘણી કોલેજો જોડાવાની તૈયારીમાં હતી

ત્યારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સરકારી યુનિ.ઓમાંથી ગ્રાન્ટેડ કોલેજો છુટી પડવાથી મોટું નુકશાન થાય તેમ હોય અધ્યાપકોના ઉગ્ર વિરોધને પગલે સરકારે અંતે સુધારો રદ કરવો પડયો છે.હાલ વિધાનસભા સત્ર ચાલતુ ન હોવાથી રાજ્યપાલની સહીથી ખાસ ઓડનન્સ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ એક્ટની કલમ 5ની પેેટા કલમ 3 હેઠળ થયેલ સુધારો રદ કરી અગાઉની જોગવાઈ દાખલ કરવામા આવી છે.

ખાનગી યુનિ.ઓ સાથે જોડાઈ ગયેલી કોલેજો માટે નવો કાયદો 

સરકારે પ્રાઈવેટ યુનિ.એક્ટમાં કરેલા સુધારા બાદ ઘણી ગ્રાન્ટેડ કોલેજો સરકારી યુનિ.માંથી છુટી પડી ખાનગી યુનિ.માં જોડાઈ ગઈ છે.પરંતુ હવે સરકારે જ્યારે સુધારો રદ કરતો વટહુકમ બહાર પાડયો છે ત્યારે અગાઉ જોડાઈ ગયેલી કોલેજોને  ખાનગી યુનિ.ઓમાંથી છુટી પાડી સરકારી યુનિ.ઓમાં ફરી જોડવા માટે ડિએફિલિએટનો કાયદો લાવવો પડશે.જે માટે સરકાર દ્વારા કાયદાકીય પ્રક્રિયા કરવામા આવશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zr1atW
via IFTTT

Post a Comment

أحدث أقدم