ભાવિના પટેલે રોજની આઠથી દસ કલાક મહેનત કરીને સિલ્વર મેડલ મેળવ્યો


2005 થી 2021 સુધીમાં પાંચ ગોલ્ડ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ મેળવ્યા 

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેસ બારી પર કામ કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી

2005માં અંધજન મંડળમાં કમ્પ્યુટરનો અભ્યાસ કર્યો હતો

મહેસાણા : વડનગર તાલુકાના સુંઢીયા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારની દિવ્યાંગ દીકરી ભાવિના પટેલે આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. ભાવિના પટેલની સફળતાની સંઘર્ષ ગાથા એવી છે કે 2005માં અંધજન મંડળમાં કોમ્પ્યુટરના અભ્યાસ અર્થે આઈટીઆઈમાં જોડાઇ હતી.

આ સમયે તેના ખેડૂત પિતાની આથક સ્થિતિ નબળી હોવાથી તેણે નાની ઉંમરે વર્ષ 2007 અને 2008માં અમદાવાદ સિવિલમાં ટોકન બારી પર કેસ કાઢવાનું કામ કરી ઘરનું ગુજરાન ચલાવતી હતી. દિવ્યાંગ હોવા છતાં એએમટીએસ બસની મુસાફરી કરી અને પોતાની નોકરી સાથે રોજના 8 થી 9 કલાક પ્રેક્ટિસ કરીને ટેબલ ટેનિસની રમતને આગળ ધપાવી હતી.

દિવ્યાંગ ભાવિનાએ વિશાખાપટ્ટનમ ખાતે ઓપરેશન કરાવ્યું હતું પરંતુ સફળતા મળી ન હતી. જોકે, બાદમાં અમદાવાદના એક તબીબે માનવતા દાખવી તેનું નિ:શુલ્ક ઓપરેશન કરી આપ્યું હતું. ભાવિનાએ સૌપ્રથમ ટેબલ ટેનિસમાં તાલુકા કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવીને સિધ્ધિ હાંસલ કરી હતી.

2011થી 2013 દરમિયાન રાજય કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તબક્કાવાર નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો. તેણે પાંચ ગોલ્ડ મેડલ, 13 સિલ્વર મેડલ અને 8  બ્રોન્ઝ મેડલ મેળવ્યાં હતાં. આ ઉપરાંત ભાવિના પટેલે ટેબલ ટેનિસ સાથે વ્હીલચેર દોડ અને ચેસની રમતમાં પણ ભાગ લઈ પોતાનું આગવું પ્રદર્શન રજૂ કર્યું છે. 

ભાવિના પટેલના લગ્ન 2017માં ત્રણ વર્ષ અગાઉ અમદાવાદના ઘાટલોડિયા ખાતે થયા હતા. ભાવિનાના પિતાએ કહ્યું હતું કે સામાન્ય રીતે આ પ્રકારની રમત માટે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. અમારી નબળી આર્થિક સ્થિતિ હોવાથી અમે ઉછીનાં નાણાં લાવીને ભાવિનાને રમત માટે પ્રોત્સાહન આપ્યું અને તૈયારી કરાવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yCHdiN
via IFTTT

Post a Comment

أحدث أقدم