અમદાવાદ, તા,29 ઓગષ્ટ 2021, રવિવાર
આજે જન્માષ્ટમી પ્રસંગે પૂર્વ અમદાવાદમાં ઓઢવ રણછોડરાયજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ભારે આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. મંદિરને ભારે રોશનીથી શણગારી દેવાયું છે. રંગબે રંગી કલરોના ઝગમગાટ વચ્ચે મંદિરની શોભા અને આભામાં ભારે
વૃદ્ધી થઇ છે. જન્માષ્ટમી પર્વ નિમિતે મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શનાર્થે ઉમટી પડશે.
રણછોડરાય યુવક મંડળના સભ્યો ભક્તોની સેવામાં અને વ્યવસ્થામાં લાગી ગયા છે. પૂર્વ અમદાવાદનું 'મિની ડાકોર ' ગણાતું આ મંદિર આશરે ૪૦ વર્ષ જુનું છે. જ્યાં ભગવાન કૃષ્ણની મુર્તિ પણ ડાકોરની મુર્તિની પ્રતિકૃતિ સમાન છે. આ વર્ષે કોરોનાને લઇને રાસ-ગરબા સહિતના મોટા કાર્યક્રમો રદ કરાયા છે. ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝર સહિતની કોરોના ગાઇડલાઇન મુજબ મંદિરમાં દર્શનાર્થે પ્રવેશ અપાશે.
જન્માષ્ટમીને સોમવારે રાત્રે ૧૨ વાગ્યે ભગવાનના જન્મની સાથે 'જય રણછોડ માખણ ચોર , મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠશે. હિંડોળા દર્શનનો ભક્તો લાભ લઇ શકશે. મંદિરમાં ભજન-કિર્તનની સાથે કથાનું પણ આયોજન કરાયું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WxwPLR
via IFTTT
إرسال تعليق