અમદાવાદ, રવિવાર
વી.એસ હસ્પિટલમાં પોણો કલાકની અંદર ત્રણ જણાના મોબાઈલની ચોરી થઈ હતી. જેમાં બે દર્દી તથા એક દર્દીના સગાના મોબાઈલનો સમાવેશ થાય છે. એલિસબ્રિજ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાધ ધરી છે.
પ્રથમ બનાવમાં વાસણામાં રહેતા કિર્તીબહેન એમ.ચૌહાણ વીએસ હોસ્પિટલમાં તેમના પતિ મનીષભાઈ ચૌહાણ સાથે હાજર હતા. દરમિયાનકિર્તીબહેન તેમનો ફોન બેડ પર રાખીને બહાર કચરો નાઁખવા ગયા ત્યારે તેમના મોબાઈલની ચોરી થઈ ગઈ હતી.તેણે પોતાના ફોન પર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો.
અન્ય બનાવમાં વાસણામાં પ્રવિણનગરમાં રહેતા રણજીતભાઈ એ.ચૌહાણની વીએસ હોસ્પિટલમાં વોર્ડ નંબર-૪માં સારવાર ચાલી રહી હતી. તેમણે તેમનો મોબાઈલ બેડ પાસેના ટેબલ પર ચાર્જીંગમા મુક્યો હતો. બીજીતરફ કોઈ શખ્સ તેમનો માબઈલ ચોરી ગયો હતો.
જ્યારે રામોલ રોડ પર મદનીનગર ખાતે રહેતા મોહંમદ જી.શેખ વીએસ હોસ્પિટલમાં સર્જીકલ વોર્ડમાં હાજર હતા. દરમિયાન વોર્ડમાં તેઓ મોબાઈલ ચાર્જીંગમાં મુકીને જમવા બેઠા હતા. તેમણે જમીને જોયું તો મોબાઈલ ગુમ હતો.
આમ વીએસ હોસ્પિટલમાં૨૮ ઓગસ્ટના રોજ સવારે ૧૧ વાગ્યાથી ૧૧.૪૫ વાગ્યા દરમિયાન પોણો કલાકમાં ત્રણ માબાઈલની ચોરી થઈ હતી. આ ત્રણેય બનાવ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.ં
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ywyu1b
via IFTTT
إرسال تعليق