અમદાવાદ, શનિવાર
સરખેજ પાસેના મકરબામાં રહેતા યુવકને તેની ગર્લફ્રેન્ડ સાથેનું મનદુખ દુર કરવા તાંત્રિકની મદદ લેવાનું ભારે પડયું હતું. જેમાં તાંત્રિક, તેની પત્ની સહિત ત્રણ જણાએ તાંત્રિક વિધી કરવાને બહાને યુવક પાસેથી ટુકડે ટુકડે નેટ બેંકીંગ મારફતેરૃ.૪૩,૬૫,૯૦૦ પડાવીને છેતરપિંડી કરી હતી. આ અંગે ઘાટલોડીયા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મકરબામાં મરઘા કેન્દ્ર પાસે પટેલવાસમાં રહેતા અજયકુમાર એસ.પટેલે ઘાટલોડીયામાં અનમોલ ટાવર સામે દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અનિલ જોષી, તેની પત્ની અને અનિલ જોષીના ગુરૃજી ધરમજી વિરૃધ્ધ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત મુજબ અજયકુમારને તેમની ગર્લફ્રેન્ડ સાથે મનદુખ હતું. ઉપરાંત ઘરમાં પણ નાની મોટી તકલીફો હતી. આથી તેમણે કોઈ ઘનશ્યામભાઈ નામની વ્યક્તિ મારફતે ૧૭ મે ૨૦૨૦ના રોજ આરોપીઓનો સંપર્ક સાધ્યો હતો. જેમાં આરોપીઓે તેઓ તાંત્રિક વિધીના જાણકાર હોવાનું તેમજ તમારી ગર્લફ્રેન્ડ પર કોઈએ વશીકરણ કર્યું હોવાનું જણાવ્યું હતું. આથી તમારે અલગ અલગ વિધીઓ કરાવવી પડશે,એમ અજયકુમારને જણાવ્યું હતું.
આથી અજયકુમારે વિધી કરાવવા માટે ૧૭ મે ૨૦૨૦થી ૧૭ જુન ૨૦૨૧ દરમિયાન નેટ બેંકીંગ મારફતે આરોપીઓને કુલ રૃ.૪૩,૬૫,૯૦૦ ચુકવ્યા હતા. બાદમાં આરોપીઓએ તાંત્રિક વિધી ચાલુ હોવાનું જણાવી પુર્વ આયોજીત કાવતરૃ ઘડીને અજયકુમાર પાસેથી નામાં મેળવી લઈને છેતરપિંડી કરી હતી. તે સિવાય અજયકુમાર પૈસા માંગતા ત્યારે આરોપીઓ ધાક ધમકી આપતા હતા. જેને પગલે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધીને વધુુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3joEJQw
via IFTTT
Post a Comment