અમદાવાદ,બુધવાર
પૂર્વ વિસ્તારમાં તસ્કરો તથા લૂંટારુ ટોળકી બેફામ બનીને ચોરી તથા લૂંટફાટ કરી રહી છે. નવા નરોડામાં તસ્કરોએ આંગણવાડીના તાળાં તોડીને અંદરથી ગેસનો બાટલો તથા તેલનો ડબ્બો મળી કુલ રૃા.૪૫૦૦ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
તસ્કરો ત્રાટકીને મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા આંગણવાડીમાં રમકડાં તથા સર સામાન વેર વિખેર પડયો હતો
આ કેસની વિગત એવી છે, નવા નરોડા બાપા સિતારામ ચોક પાસે હરીધામ સોસાયટીમાં રહેતા અને આંગણવાડીમાં કાર્યકર તરીકે નોકરી કરતા ગીતાબહેન પ્રકાશચન્દ્ર રાવલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે નવા નરોડા ખાતે ગોપાલ ચોક ખાતે આવેલી આંગણવાડીમાં કોઇ અજાણ્યા શખ્સે દરવાજાનું તાળું તોડયું હતુ અને અંદર પ્રવેશ કરીને રસોડામાંથી ગેસનો બાટલો તથા તેલનો ડબ્બો મળી કુલ રૃા. ૪૫,૦૦ મત્તા ની ચોરી કરી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચારીનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yfaVtL
via IFTTT
Post a Comment