કાચા કામના કેદીઓએ જેલ સહાયક પર હુમલો કરી વર્ધી ફાડી


અમદાવાદ, બુધવાર

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓને ગુ્રપમાં દવાખાને લઈ જવા જેલ સહાયક દ્વારા સમજાવવામાં આવતા તે ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે જેલ સહાયકને મારઝુડ કરીને તેમની વર્ધી ફાડી નાંખી હતી. બાદમાં તેમણે મદદ માટે અન્ય સ્ટાફને બોલાવી મામલો થાળે પાડયો હતો. આ અંગે તેમણે રાણીપ પોલીસ સ્ટેશનમાં ૧૦ કેદીઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.     

સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલ સહાયક તરીકે ફરજ બજાવતા વનરાજસિંહ એસ.દેવડા હાલ સર્કલ યાર્ડ નંબર-૧માં ફરજ બજાવે છે. ૨૩ ઓગસ્ટના રોજ જેલના દવાખાને જવા માટે ૧૦૦થી વધારે આરોપીઓનું ટોળુ એકઠુ થયેલું હતું. આથી વનરાજસિંહે તેમને ગુ્રપમાં દવાખાને લઈ જવામાં આવશે એમ કહીને સમજાવ્યા હતા.

દરમિયાન કાચા કામના આરોપી રઈસખાન નાસીરખાન પઠાણ તથા સહ આરોપીઓએ અન્ય આરોપીઓને વનરાજસિંહ વિરૃદ્ધ ઉશ્કેરણી કરી હતી. આથી તેઓ જેલ સહાયક સાથે જીભા જોડી અને હાથચાલાકી કરવા લાગ્યા હતા. બાદમાં તમામ આરોપીઓએ વનરાજસિંહને ઘેરી લઈને ધોલધપાટ શરૃ કરી હતી. પરિસ્થિતી વણસતા વનરાજસિંહે જેલ સહાયક મુકેશભાઈ ચૌધરી તથા અન્ય કર્મચારીઓને મદદ માટે બોલાવવા સિટી વગાડી હતી. જેમાં  અધિકારી અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમણે ટોળાને સમજાવવા છતા તે બેરેકમાં પરત જતા ન હતા. રઈશખાન તેના ભાઈઓ અને અન્ય આરોપીઓએ હોબાળો કરીને અન્ય આરોપીઓને ઉશ્કેરીને ભેગા કરવાની કોશિષ કરતા જેલમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વણસે નહી તે માટે બળ પ્રયોગ કરીને મામલો થાલે પાડયો હતો.ઝપાઝપીમાં વનરાજસિંગની વર્ધીનો સોલ્ડર બેઝ તુટી ગયો હતો અને પીઠના ભાગે ઈજા થતા તેમને જેલના દવાખાને લઈ જવાયા હતા.

આ અંગે તેમણે રાણીપ પોલીસ સ્ટેશનમા ંકાચા કામના આરોપીઓ ઈમરાન ઉર્ફે ગદરી બાબુ શેખ, મોહંમદ તુફેલ ઈલીયાસ શેખ, જાકીરહુસેન એમ.શેખ, સમશેર વાય.શેખ, ઈમરાન એ.શેખ, સોહીલખાન એન.પઠાણ, મકબુલખાન એન.પઠાણ, ફુરકાનખાન એન.પઠાણ, તબરેજખાન એન.પઠાણ અને રઈશખાન એન.પઠાણ વિરૃદ્ધ ગુનો નોંધાવ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3B3Xqz0
via IFTTT

Post a Comment

Previous Post Next Post