અમદાવાદ,બુધવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેરોકટોક ગેરકાયદે વીજ જોડાણનું વ્યવસ્થિત રેકેટ ચાલી રહ્યું હતું. જમાલપુરમાં આજે સવારે વીજ કંપની દ્વારા ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડવા મોટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તાજપુર મોમનાવાડ ખાતે મકાનના મીટરમાં ચેડાં કર્યા હોવાનું બહાર આવતાં મકાન માલિક તથા તેમના ભાઇએ વીજ કંપનીની ટીમને ગાળોબોલીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ભગાડી મૂક્યા હતા એટલું જ નહી મીટર પણ લઇને જતા રહ્યા હતા.
વીજ અધિકારીએ મીટરમાં ચેડાંની મકાન માલિકની પત્નીને જાણ કરતા બે ભાઇ દોડી આવ્યા ઃ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી
શાહપુર ટોરેન્ટ પાવર ઓફિસર ક્વાટર્સમાં રહેતા અને વીજ કંપનીમાં આસિસ્ટન્ટ મેેનેજર તરીકે ફરજ બજાવતા અંકુરભાઇ પ્રફૂલભાઇ સુરતરીયાએ જમાલપુરમાં તાજપુર મોમનાવાડ ખાતે રહેતા ઇમરાનભાઇ હાજિભાઇ શેખ સામે ફરિયાદ નોધાવી છે કે આજે સવારે ૧૧ વાગે ફરિયાદી તેમની ટેકનીશીયન ટીમ સાથે ચેંકિગ કરવા માટે ગયા હતા, જ્યાં આરોપીનું મીટર ચેક કરતાં તેમાં ચેડાં થયા હોવાનું બહાર આવ્યું હતું, જેથી તેમની પત્નીને જાણ કરી હતી.
જેને લઇને આરોપી અને તેમના ભાઇ દોડી આવ્યા હતા અને ગાળો બોલીન જાનથી મારી નાખવાની ધમકી આપીને મીટર લઇને જતા રહ્યા હતા જેથી ફરિયાદીએ તુંરત પોલીસ કન્ટ્રોલમાં ફોન કરતાં ગાયકવાડ હલેવી પોલીસ આવી પહોચી હતી અને આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા દાણીલમડા પોલીસે સોસાયટીઓમાં ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડવા માાટે પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં ગરીબનગર, સીમા રો હાઉસ, રોયલ રેસિડેન્સી, શાહ આલમ રો-હાઉસ,એવનનગર,મુબારકનગર, સહિતની ૩૦થી વધુ સોસાયટીઓ તથા દુકાનોમાં ગેર કાયદે વીજ જોડાણ આપી હપ્તો વસૂલતા ૩૫ એજન્ટો સામે પોલીસે ફરિયાદ નોધી હતી. ઉપરાંત પોલીસે શાહઆલમ મિલ્લતનગર, રસુલાબાદ, ચંડોળા તળાવના છાપરા, બંગાળી વાસ સહિતમાં થી કુલ ૨૦૨ ગેરકાયદે વીજ જોડાણ પકડી પાડીને ૨૮ લોકો સામે ગુનો નોધીને ૧૧૩ કિલો કોપરના વાયર કબજે કર્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zi0lU8
via IFTTT
Post a Comment