અમદાવાદ,બુધવાર
શાહીબાગમાં રહેતી સગી બહેનોને મામાએ જાહેરમાં લાફા માર્યા હતા. જેમાં બહેનો ધરમના ભાઇ સાથે પકોડી ખાવા ગઇ હતી અને મામા જોઇ જતાં આ છોકરો કોણ છે કહીને માર માર્યો હતો. હવે પછી આ આ છોકરા સાથે જોઇશ તો જાનથી મારી નાખીશ તેમ કહી મામાએ ધમકી આપી હતી.
મોટી બહેનને મારતાં વિરોધ કરનારી નાની બહેનને પણ લાફા માર્યા, હવે પછી આ છોકરા સાથે જાઇશ તો જાનથી મારી નાખીશ
આ કેસની વિગત એવી છે, શાહીબાગ વિસ્તારમાં ઘોડા કેમ્પ પાસે ન્યું લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા વૈશાલીબહેન વિજયકુમાર પુરબીયાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં શાહીબાગ ડફનાળા પાસેની ચાલીમાં રહેતા માંમા જયેશભાઇ ભોગીલાલ પુરબીયા સામે ફરિયાદ નોધાવી છે કે ગઇકાલે સાંજે ફરિયાદી તથા તેમની નાની બહેન તેમના ઘરમના ભાઇ સાથે શાહીબાગમાં ઘેવર કોમ્પલેક્ષ પાસે પકોડી ખાઇને ઘરે પરત જઇ રહ્યા હતા. આ સમયે ફરિયાદીના મામા રસ્તામાં મળ્યા હતા.
જો કે તેમની સાથે બે વર્ષથી કોઇ સબંધ નથી, તેઓએ બન્ને બહેને રોકીને પૂછયુ કે આ છોકરો કોણ છે, ફરિયાદીએ તેમનો ધરમનો ભાઇ હોવાની વાત કરતાં મામા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ફરિયાદીને ત્રણ લાફા મારી દીધા હતા નાની બહેને કેમ મારી બહનને મારો છો તેમ કહેતા તેને પણ ગાલ ઉપર લાફા માર્યા હતા અને હવે પછી આ છોકરા સાથે જોઇશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ બનાવ અગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WqoaLl
via IFTTT
Post a Comment