પોલીસને જોઈ જુગારીએ મકાન પરથી પડતું મૂકતાં ગંભીરપણે ઘાયલ


અમદાવાદ, રવિવાર

નવા વાડજમાં નિર્ણયનગર ખાતે એક મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો. જેને પગલે ભાગદોડ મચી જતા એક જુગારીએ મકાનમાંથી નીચે પડતુ મુકતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે અહીંથી આઠ શખ્સોની અટક કરીને પાંચ મોબાઈલ સાથે ૪૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.         

નવા વાડજ નિર્ણયનગર સેક્ટર ચારના એક મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડયો હતો.પોલીસે રૃમનો દરવાજો ખખડાવતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી. દરમિયાન એક શખ્સે પકડાઈ જવાના ડરથી મકાનમાંથી નીચે ચોકડીમાં કુદકો મારી દીધો હતો. આથી પોલીસે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પુછપરછમાં તેનું નામ સેકટર-૪માં નિર્ણયનગરમાં રહેતો કિરણકુમાર બી.નીલ હોવાનું બહાર આવ્યું હતું.જ્યારે જ્યાં જુગાર રમાતો હતો તે મકાન નિરવ એ.પંચાલનું હોવાનું તપાસમાં જણાયું હતું.

પોલીસે અહીંતી રોકડ રકમ, પાંચ મોબાઈલ વગેરે મળીને કુલ રૃ.૪૧,૧૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાડજ પોલીસે આઠ શખ્સોની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mDBI0O
via IFTTT

Post a Comment

Previous Post Next Post