કોરોનામાં નશાનું સેવન વધતા દારૂ નશીલા દ્રવ્યોના કેસ વધ્યા


એકલતા, ચિંતા, ભય અને હતાશાની માનસિકતા વધી

ગુજરાતમાં દારૂબંધી નામ પૂરતી હોય તેવો તાલ : ગાંજો, અફીણ, ચરસ અને નશીલી દવા પછી પાઉડરનો વેપલો

અમદાવાદ : સામાન્ય જનજીવન જોતાં કોરોના હોય તેવું લાગતું નથી પણ દરેકના મનમાં કોરોનાના ત્રીજા રાઉન્ડનો ભય  હજૂ છે જ. કોરોનાના કારણે આિર્થક, પારિવારીક અને સામાજીક સિૃથતિ ડામાડોળ થવા સાથે ભય, ચિંતા, એકલતા અને હતાશાની માનસિકતા વધવાથી નશાનું સેવન કરવાનું પ્રમાણ વધવા પામ્યું છે.

બીજી તરફ, સમાજને ખોખલી કરતી નશાખોરી અટકાવવા માટે પોલીસે કડક પગલાં ભરવાનું શરુ કરી ચાલુ વર્ષે જ 200 કરોડથી વધુ કિંમતના નશીલા દ્રવ્યોનો જથૃથો પકડી પાડયો છે. ગુજરાતમાં દારુબંધી નામ પૂરતી હોય તેવો તાલ છે. તો ગાંજો,  અફિણ, ચરસ અને નશીલી દવા પછી પાઉડરનો વેપલો વધી રહ્યો છે. 

તાજેતરમાં જ વાપીમાં દરોડો પાડી એનસીબીએ એમડી ડ્રગ્સ બનાવતી એક ફેક્ટરી પકડી પાડી હતી. સાડા ચાર કિલો એમડી ડ્રગ્સ  અને 85 લાખ રોકડા સાથે બે શખ્સો પકડાયા તે સાથે એવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો કે, સાયકોટ્રોપિક ડ્રગ્સની કેટેગરીમાં આવતા નશીલા પદાર્થ ગુજરાતમાં જ ઉત્પાદન કરી ગુજરાતમાં જ વેચવામાં આવતાં હતાં.

ગાંધીના ગુજરાતમાં દારુબંધી છે તેનો પૂરતો અમલ કરાવવામાં આવતો નથી. હવે, દારુ જાણે સાવ સામાન્ય જણસ હોય તે રીતે વેચાઈ રહ્યો છે અને પીવાઈ રહ્યો હોય તેવી વાસ્તવિત સિૃથતિ છે. દારુથી આગળ વધીને ગુજરાતમાં ગાંજો, અફીણ, ચરસ અને નશીલી દવા ઉપરાંત પાઉડર એટલે કે એમડી ડ્રગ્સનું ચલણ ચિંતાજનક રીતે વધવા પામ્યું છે.

પોલીસ અિધકારી સૂત્રો કહે છે કે, કોરોનાના સમયગાળા દરમિયાન લોકોમાં ભય, ચિંતા, એકલતા અને હતાશાની માનસિકતા વધવા પામી છે. બિમારી ઉપરાંત સામાજીક, આિર્થક અને પારિવારીક કારણોસર નશો કરવાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. નશીલા દ્રવ્યોના કિસ્સામાં માંગ છે એટલે (ગેરકાયદે) વેપાર છે તેવો નિયમ લાગુ પડે છે.

બૂટલેગરો અને ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક એટલું મજબૂત બની ચૂક્યું છે કે, પોલીસ ગમે તેટલી કાર્યવાહી કરે તો પણ નશીલા દ્રવ્યોનું વેચાણ અને હેરાફેરી સતત વધી જ રહ્યાં છે. નેશનલ ડ્રગ્સ સર્વે, 2019 મુજબ ગુજરાતની વસતીમાંથી 4.3 ટકા વસતીને દારુનો નિયમીત નશો કરવાની લત લાગી ચૂકી છે. અંદાજે 20 લાખ લોકો દારુના બંધાણી થઈ ચૂક્યાં છે.

દારુબંધી ધરાવતું ગુજરાત દારુનો નિયમીત નશો કરનારાંઓની ટકાવારી રાજસૃથાન (2.3 ટકા), બિહાર (એક ટકો) અને જમ્મુ કાશ્મીર (4 ટકા) કરતાં વધુ એટલે કે 4.3 ટકા છે. ભારતમાં વસતીના સરેરાશ 17 ટકા લોકો દારુનું નિયમીત સેવન કરે છે.

આ જ સર્વે અનુસાર ગુજરાતમાં અંદાજે 4 લાખ લોકો ગાંજાનું, 7 લાખ લોકો અફીણ, 6.25 લાખ લોકો નશીલી દવાઓ અને અંદાજે 40000 લોકો નશીલા દ્રવ્યો સુંઘીને નિયમીતપણે નશો કરવાની આદત ધરાવે છે. વર્ષ 2019ના સર્વે મુજબ તો, ગુજરાતમાં કોકેન, મેથએમ્ફેટામાઈન કે એમડી ડ્રગ્સનો નશો કરનારાં નથી.

પોલીસ સૂત્રો સ્વિકારે છે કે, દારુનો નશો કરવો એ કોલ્ડ ડ્રીંક્સ પીવા જેવી સામાન્ય પ્રક્રિયા બની ગઈ હોય તેવી વર્તમાન વાસ્તવિક સિૃથતિ છે. આ કારણે જ વર્ષ 2019, 2020ના બે વર્ષ દરમિયાન  68 કરોડ રુપિયાના અફીણ, ગાંજો, ચરસ, દારુ કે અન્ય નશીલા દ્રવ્યો પકડાયા હતા.

વર્ષ 2020માં સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધીના એક જ મહિનાની ડ્રાઈવ યોજી પોલીસે 4.39 કરોડ રુપિયાનું મોરફીન, હેરોઈન જેવું ડ્રગ્સ, 55 લાખના કફસિરપનો જથૃથો પકડી પાડયો હતો. કોરોના યર 2021 દરમિયાન જ પોલીસે નશીલા દ્રવ્યો ઉપર ધોંસ બોલાવીને 200 કરોડથી વધુ કિંમતના નશીલા દ્રવ્યો પકડી પાડયાં છે.

કોરોના કાળમાં નિરાશા અને સમસ્યાઓથી પરેશાન થઈને નશીલા દ્રવ્યોનું સેવન કરવાનું પ્રમાણ વધી રહ્યું છે તે ચિંતાજનક વાસ્તવિકતા છે. હવે નશાખોરો દારુ, ચરસ, ગાંજો, નશીલી દવાથી આગળ વધી પાઉડરનો નશો કરતાં થયાં છે. ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક સ્ટ્રોંગ બની રહ્યું છે અને યુવા વર્ગ ખોખલો થઈ રહ્યો છે. કોરોના કાળમાં ડી-એડીક્શન સેન્ટર્સમાં નશો છોડવા માટે આવનારાં લોકોની સંખ્યામાં 20 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. ડી-એડીક્શનના આંકમાં વધારો સારી બાબત છે. સાથે જ, નશો કરવાનું પ્રમાણ વધી રહ્યું છે તે બાબત ચિંતાજનક પણ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BqljAL
via IFTTT

Post a Comment

Previous Post Next Post