અમદાવાદ,મંગળવાર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે, અસલાલી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, જેમાં કારની ટક્કરથી બાઇક પર જતા બે યુવકોને ગંભીર ઇજાઓ થઇ હતી જેમાં એક યુવકનું મોત નીપજ્યુ હતું, જ્યારે મિત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બીજા બનાવમાં ઇસનપુરથી ઘોડાસર જવાના માર્ગ પર બાઇક ડિવાઇડર સાથે અથડાતાં યુવકનું મોત થયું હતું.
ઇસનપુરમાં બાઇક સ્લીપ ખાતાં ડિવાઇડર સાથે અથડાયું ઃ એક યુવકનું મોત મિત્ર ગંભીર રીતે ઘાયલ
આ કેસની વિગત એવી છે, કે નિકોલ રોડ ઉપર ૮૦ ફૂટ ઉત્તમનગર પાસે કૃષ્ણકંજ સોસાયટીમાં રહેતા અને આર.ઓ.રિપેરિંગની કામગીરી કરતા વિવેકભાઇ ભનુંભાઇ ગોહિલ (ઉ.વ.૨૩) ગઇકાલે રાતે ૧૨ વાગે બાઇક લઇને અસલાલીથી કમોડ જવાના માર્ગ પરથી પસાર થઇ રહ્યા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી જેથી તેઓને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત નીપજયું હતું.
બીજા બનાવમાં રામોલ વિસ્તારમાં જામફળ વાડી પાસે વકીલવાડીમાં રહેતા નરેન્દ્રકુમાર કિષ્ણાનંદ ઉપાધ્યાય (ઉ.વ.૩૫) તા. ૧૩ના રોજ તેમના મિત્ર લવકુશ ગીરજાશંકર ગોસ્વામી પાસે બાઇક પર ઇસનપુર ચોકડીથી ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા આ સમયે તેમનું બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું. જેથી બન્ને મિત્રને ગંભીર ઇજાઓ થઇ હતી, જેમાં નરેન્દ્રકુમાર ઉપાધ્યાયને માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઇન હેમરેજ થયું હતું અને સિવિલમાં સારવાર દરમિયાન ગઇકાલે મોત નીપજ્યુ હતું. આ બનાવ અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zhpUoj
via IFTTT
Post a Comment