અમદાવાદ,મંગળવાર
ગોમતીપુરમાં રહેતા રિક્ષા ચાલક યુવકને કાંકિરયા પાસે માર મારીને ચાર શખ્સો રૃપિયા ૪૧,૦૦૦ રોકડાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. આ બનાવ અંગે કારડાપીઠ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
કાંકરિયા, અણુવ્રત સર્કસ પાસે મુતરડીમાંથી મારતા મારતા બહાર લાવી નીચે પડીને રૃપિયાની લૂંટ ચલાવી ચાર શખ્સો નાસી ગયા
આ કેસની વિગત એવી છે, કે ગોમતીપુરમાં સિલ્વર પોલીસ ચોકી પાસે મ્યુનિસિપલ ક્વાટર્સમાં રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા આશીફભાઇ અયુબભાઇ શેખ (ઉ.વ.૩૮) તા.૨૨ના રોજ પોતાની રિક્ષા વેચી હતી તેના રૃપિયા ૪૧,૦૦૦ રોકડા આવ્યા હતા જે રૃપિયા લઇને ઘરે જઇ રહ્યા હતા જ્યાં કાકરિયા અણુવ્રત સર્કલ પાસે યુવક મુતરડીમાં પેશાબ કરવા માટે ગયા હતા. મુતરડીમાં હાજર બે શખ્સોએ યુવકને માર માર્યો હતો અને મારતા મારતા મુતરડી બહાર લઇને આવ્યા હતા, જ્યાં હાજર બીજા બે શખ્સોએ પણ યુવક પર રહુમલો કર્યો હતો.
યુવકને નાકના ભાગે ગંભીરે ઇજા થતાં ઘાયલ યુવક બેભાન હાલતમાં રોડ પર પડયો હતો અન રૃપિયાની લૂટ ચલાવીને આરોપીઓ નાસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલા આજ અણુંવ્રત સર્કલ પાસે યુવકને માર મારીને રૃા. ૧૬.૨૯ લાખ રોકડની લૂટ ચલાવવામાં આવી હતી. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસ લૂંટનોે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WjkzhJ
via IFTTT
Post a Comment