અમદાવાદ,મંગળવાર
મણિનગરમાં રહેતા વેપારીએ આર્થિક મંદીના કારણે બીએમ ડબલ્યું કાર દિવાળી સમયે વેચી દીધી હતી. જેના રૃા. ૬.૫૦ લાખ આજદિન સુધી નહી આપીને મિત્રએ વેપારી સાથે ઠગાઇ કરી હતી. આ બનાવ અંગે મણિનગર પોલીેસે બે શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રએ તેના ઓળખીતાને કાર અપાવી હતી ઃરૃપિયા માટે ચેકો આપ્યા પણ બેન્કમાં બેલેન્સ જ ન હતું
આ કેસની વિગત એવી છે, કે મણિનગરમાં ગોપાલ ચોક પાસે અર્ચના સોસાયટીમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટરની કામગીરી તથા સિક્યુરિટી એન્ડ લેબર પ્રા.લી.ની ફર્મ ધરાવતા ધર્મેશભાઇ ઉધ્ધવજી પાંડેએ મિણિનગર પોલીસ સ્ટેશનમાં ગોરધનવાડી ટેકરા પાસે પરમેશ્વર એવન્યુંમાં રહેતા અભિષેક નવરત્નભાઇ જૈન તથા ગોરધનવાડી ટેકરા પાસે રમ્ય એપાર્ટમેન્ટમાં રહેતા લલીતભાઇ હરકતચંદ ગાંધી સામે ફરિયાદ નોેધાવી છે કે ફરિયાદીએ ૨૦૧૯માં પત્નીના નામે રૃા. ૮ લાખમાં બી.એમ. ડબલ્યુંં કાર ખરીદી હતી જો કે ગત દિવાળીમાં તેઓને રૃપિયાની જરુરીયાત હોવાથી આ કાર અભિષેકભાઇના કહેવાથી કાર લલીતભાઇને રૃા. ૬.૫૦ લાખમાં વેચાણ આપી હતી.
તેઓએ એક અઠવાડિયામાં રૃપિયા આપવાની વાત કરી હતી અભિષેક અને લલીતભાઇ ત્રણ મહિના સુધી રૃપિયા આપતા ન હતા. બાદમાં લલીતભાઇના નામનો બેન્કનો રૃા. ૫ લાખનો ચેક આપ્યો હતો જો કે બેન્કમાં તપાસ કરતાં બેલેસ ન હતુ,બાદમાંરૃા. ૩ લાખનો ચેક આપ્યો હતો તે બેન્કમાં પણ બેલેન્સ ન હતુંં.આમ કાર પરત ના આપી કે પછી રૃપિયા પણ ના આપતાં આખરે કંટાળીને બન્ને શખ્સો સામે વેપારીએ ગુનો નોધાવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Dfk6hC
via IFTTT
Post a Comment