વિરમગામમાં 30 વર્ષના પરણિત યુવાનના આપઘાતથી ચકચાર


- દલવાડી ફળી વિસ્તાર પાસે રહેતા વ્યક્તિએ પોતાના મકાનમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો

વિરમગામ : વિરમગામ શહેર અને તાલુકામાં આપઘાત કરવાના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના ૩૦ વર્ષીય પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી.

ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ શહેરના દલવાડી ફળી વિસ્તાર પાસે રહેતા ઠાકોર બદાજી ભીખાજી ઉ.વ. ૩૦ પોતાના રહેણાંકના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું હતું. 

આ બનાવની પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસ આવી મૃતકની લાશને પી.એમ. અર્થે ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. મરણ જનાર પરણિત હતો. હાલતો સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. આ બનાવથી આ વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3yjALxG
via IFTTT

Post a Comment

أحدث أقدم