માંડલમાં 3 આંગણવાડી કેન્દ્ર પાસે ગંદકીનું સામ્રાજ્ય


- આંગણવાડીની આસપાસ ગંદકીથી રોગચાળો ફેલાઇ તેવી દહેશત : લોકોમાં આક્રોશ 

માંડલ : માંડલ ચબુતરા ચોક વિસ્તારમાં જુની મામલતદાર કચેરી હતી તે જગ્યાએ હવે ત્રણ આંગણવાડી કેન્દ્ર ચાલી રહ્યાં છે કેન્દ્ર નં. ૭ - ૯ અને ૧૧ ની આસપાસ ખુબજ ગંદકી જામી છે.

આ આંગણવાડી સેન્ટર ગામનું મુખ્ય સેન્ટર છે અહીં બજાર વિસ્તારના બાળકો, ભરવાડવાસ, દલિતવાસ, હાજર હનુમાન વિસ્તારના પણ બાળકો રમતગમતની સાથે પ્રાથમિક શિક્ષણ મેળવવા આવે છે. ત્યારે હાજર હનુમાન વિસ્તારના કેટલાંક સ્થાનિક લોકો દ્વારા આ આંગણવાડી કેન્દ્રોની આસપાસની ગંદકી દુર કરવા માંડલ તાલુકા પંચાયતના આઈ.સી.ડી.એસ વિભાગમાં સી.ડી.પી.ઓને લેખિતમાં આપી જાણ કરી છે આ લેખિતમાં જણાવેલ છે કે, આ આગંણવાડીની આસપાસ કાગળ-પ્લાસ્ટિક,કચરો અને ગાય ભેંસના મળમુત્ર તેમજ આ ગંદકીમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે અહીં મચ્છરોના ઉપદ્રવ પણ થવાની સંભાવના છે અને બાળકો જો આગંણવાડી કેન્દ્રો પર આવશે ત્યારે અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ખુબજ સંભાવના રહેલી છે તેમજ આ લેખિતમાં એમ પણ જણાવવામાં આવે છે કે કેટલાંક લોકો દ્વારા દારૂની ખાલી બોટલો, દારૂના પ્લાસ્ટિક પણ નાખી જાય છે અને અહીં પુષ્કળ પ્રમાણમાં દુર્ગંધ આવે છે અને આવા દ્રશ્યોને કારણે  ભુલકાંઓના જીવન પર પણ આડઅસર પડે તેમ છે આ આંગણવાડીના મેદાનમાં પણ ઘાસ અને બિનજરૂરી ખડ ઉગ્યું છે જેમાં જીવજંતુ કે અન્ય ઝેરી જનાવરો પણ ક્યારેક નીકળી શકે અને બાળકોને પણ કરડે તો જવાબદારી પણ કોણ લેશે ? આમ માંડલની આંગણવાડી કેન્દ્રો પરની ગંદકી દુર કરી સ્વચ્છ રાખવા માટે કેટલાંક સ્થાનિક લોકોએ લેખીત અરજ કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37bbWI7
via IFTTT

Post a Comment

أحدث أقدم