
છેલ્લા 24 કલાકમાં 16ને કોરોના
15 જિલ્લામાં હવે એકપણ એક્ટિવ કેસ નહીં અમદાવાદ, વડોદરા, દાહોદમાં સૌથી વધુ 3 કેસ
અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે જ્યારે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં 20થી ઓછા કેસ નોંધાયા હોય તેવું સળંગ આઠમાં દિવસે બન્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-સુરત-વડોદરા-દાહોદમાંથી સૌથી વધુ 3, કચ્છમાંથી 2 જ્યારે ગાંધીનગર-રાજકોટમાંથી 1-1 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,25,363 અને કોરોનાથી કુલ મરણાંક 10,080 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 18 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,15,126 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.76% છે.
ગુજરાતમાં હાલ 157 એક્ટિવ કેસ છે અને 4 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં હવે કુલ 15 જિલ્લા એવા છે જ્યાં કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. જેમાં તાપી-વલસાડ-બનાસકાંઠા-ભરૂચ-છોટા ઉદેપુર-ડાંગ-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ-જુનાગઢ-ખેડા-મોરબી-પંચમહાલ-પાટણ-સાબરકાંઠા-સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. વડોદરામાં સૌથી વધુ 51, અમદાવાદમાં 39 એક્ટિવ કેસ છે.
અમદાવાદમાં કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા
અમદાવાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના નવા ત્રણ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.ગુરૂવારે વધુ છ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.બુધવારે કોરોનાના બે કેસ નોંધાયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gBiLb0
via IFTTT
Post a Comment