અમદાવાદ,તા.26 ઓગષ્ટ 2021, ગુરૂવાર
પૂર્વ અમદાવાદમાં ઉત્તર ઝોનના ડે.મ્યુનિ.કમિશનરની બદલી થઇ ગઇ છે. બે માસમાં આ બીજા ડે.મ્યુનિ.કમિશનર બદલાયા છે. હાલમાં નવી કાયમી નિમણૂંક થઇ નથી પરંતુ દક્ષિણ ઝોનના આસિ.મ્યુનિ.કમિશનર પરાગ શાહને ઉત્તર ઝોનનો વધારાનો હવાલો સોંપાયો છે.
મ્યુનિ.તંત્રમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી થતા અધિકારી અને નેતાગણમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પૂર્વમાં ઉત્તર ઝોનમાં ડે.મ્યુનિ.કમિશનર તરીકે ફરજ બજાવતા ઠક્કર ની મહિના પહેલા બદલી થઇ હતી. તેમની જગ્યાએ એમ.એન.ગઢવીની નિમણૂંક કરાઇ હતી. આ વાતને હજુ દોઢ માસ જેટલો સમય પણ થયો નથી ત્યાં આજે ફરી પાછા ઉત્તર ઝોનના ડે.મ્યુનિ.કમિશનરની બદલી થઇ ગઇ છે.
હજુ ઉત્તર ઝોનમાં ડે.મ્યુનિ.કમિશનરની જગ્યા ચાર્જમાં સોંપાઇ છે.આગામી વિધનાસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર ઝોનમાં કયા વિકાસ કામોને પ્રાધાન્ય આપવું, બજેટ, કયા કામો કયા સ્ટેજમાં છે વગેરે બાબત ચૂંટણીમાં મહત્વની બની રહેશે. ત્યારે ઉચ્ચ અધિકારીઓની બદલી અને તેમની જગ્યા પર કાયમી નિમણૂંક ન થતા વિકાસ કામોને અસર થવાની શક્યાત રહેલી છે.
આમેય ઉત્તર ઝોનમાં રોડ, રસ્તા, ગટર, પાણી જેવી પ્રાથમિક સુવિધાના મામલે રહીશોમાં આક્રોશ છે. લોકો આ સુવિધા ઝંખી રહ્યા છે. અધિકારીઓ ઝોનમાં રાઉન્ડ લે, ઓફિસમાં સમયસર આવીને બેસ, વિવિધ કામોની રિવ્યું બેઠક બોલાવી કામની સ્થિતિની સમીક્ષા કરે તે જરૂરી છે. વિકાસકામોને માઠી અસર થવાની શક્યતા જોવાઇ રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3DjOSpF
via IFTTT
Post a Comment