બેંકના મેનેજરે ગ્રામ્ય પોલીસમાં 1 મહિલા સહિત 3 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી


- હાંસલપુરની એડીસી બેંકમાં બોગસ આધારકાર્ડથી બેંક ખાતુ ખોલાતા ગુનો

વિરમગામ : વિરમગામ હાંસલપુર અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો-ઓ બેંકમાં એક અજાણી મહિલા તથા બે અજાણ્યા પુરૂષો સુચીબેન મનીષભાઈ શાહ નામ ધારણ કરી સુચીબેનના નામનું ખોટું આધારકાર્ડ બનાવી ખોટું આધારકાર્ડ પુરાવા તરીકે હાંસલપુર ખાતે આવેલ એડીસી બેંકમાં રજૂ કરી ખાતું ખોલાવવા કેવાયસી ફોર્મમાં સુચીબેન મનીષભાઈ શાહના નામની ખોટી સહીઓ કરી ખાતુ ખોલાવી તે ખાતામાં રૂા. ૧૦,૦૦,૦૦૦નો યુવરાજસિંહ ફૂલસિંહ વાઘેલાના નામનો એડીસી બેંક ચેખલાનો ચેક જમા કરાવી તે ચેકના ખાતમાં જમા થયેલ રૂપિયા ઉપાડી બેંકમાં ખાતુ ખોલાવવા માટે ખોટું આધારકાર્ડ રજૂ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી પૂર્વયોજીત કાવતરૂં કરી આરોપીઓએ ખોટા દસ્તાવેજ રજૂ કરી ખોટા નામથી ખાતું ખોલાવી નાણાંકીય વ્યવહાર કર્યાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકે અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક લિ. હાંસલપુર શાખાના મેનેજર હિતેષભાઈ રણછોડભાઈ જાદવ રહે. ઓગણ દ્વારા ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે ફરિયાદીના જણાવ્યા મુજબ તા. ૭-૮-૨૦૨૧ના રોજ એડીસી બેંકમાં ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન ક્લાર્ક દીપ્તીબેન મોરી પાસે બે ભાઈ અને એક બેન ખાતુ ખોલાવવા માટે આવેલ હતા. ક્લાર્ક દ્વારા જરૂરી દસ્તાવેજ પુરાવા માંગવામાં આવેલ ત્યારબાદ સુચિબેન મનીષભાઈ શાહના નામનું આધારકાર્ડ બતાવેલ તે આધાર કાર્ડમાં સરનામું ૧૯૬, માણેકબાગ સોસાયટી, આંબાવાડી દ્વારા અમદાવાદ શહેરનું હોવાથી ક્લાર્ક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અહીંયા તમારું ખાતું ખોલાય નહીં અમદાવાદ બ્રાન્ચમાં ખાતું ખોલાવવા જણાવેલ હતું ત્યારે એડીસી બેંકમાં બુટભવાની સહકારી મંડળીના સેક્રેટરી રણજીતભાઈ ડોડિયા તેઓ બેંકમાં હાજર હતા મંડળીનું ખાતું બેંકમાં ચાલતુ હોઈ અવારનવાર કામકાજ અર્થે આવતા હતા અને કર્મચારીઓ તેમની સાથે પરિચિત હતા તેઓએ જણાવેલ કે ધવલ ઠાકર સાથે આવેલ ભાઈ તથા બહેનનનું બેંકમાં ખાતું ખોલાવવા તેની ભલામણ કરતા સુચિબેન મનીષભાઈ શાહ નામનું આધારકાર્ડ પાસપોર્ટ સાઇઝના ફોટા આપેલ અસલ દસ્તાવેજો જોઈ ચકાસી ખાતું ખોલવામાં આવેલ હતું. આધારકાર્ડના સરનામે એડીસી મુખ્ય શાખા અમદાવાદ દ્વારા ચેકબુક, પાસબુક મોકલવામાં આવેલ તા. ૧૧-૮-૨૦૨૧ના રોજ ખાતામાં એડીસી બેંક ચેખલા બ્રાન્ચના ખાતેદાર યુવરાજસિંહ વાઘેલાએ ૨૯-૭-૨૧ના રોજ રૂા. ૧૦,૦૦,૦૦૦નો ચેક ભરાવેલ કોર બેન્કિંગ સિસ્ટમ ના હોય સુચીબેન મનીષભાઈ શાહના ખાતુ ખોલાવેલ ખાતામાં સુચીબેન મનીષભાઈ શાહનાઓએ બેંકમાં વિડ્રોલ ભરી રૂા. ૧૦,૦૦,૦૦૦ ઉપાડી લીધેલ હતા. તા. ૧૮-૮-૨૦૨૧ના રોજ સુચીબેનના પતિ મનીષભાઈ શાહ એડીસી બેંકની મુખ્ય શાખા અમદાવાદ ચેકબુક, પાસબુક તથા એડીસી બેંકનું સ્પીડપોસ્ટ મળેલ તે લઈને ડેપ્યુટી જનરલ મેનેજરને મળેલ અને જણાવેલ કે મારા પત્નીએ હાંસલપુર શાખા એડીસી બેંકમાં કોઈ ખાતું ખોલાવેલ નથી જેથી ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા બ્રાન્ચમાં તપાસ કરાવતા ફ્રોડ દસ્તાવેજના આધારે ખાતુ ખુલેલ છે તેમ ખાતેદાર સુચીબેન મનીષભાઈ શાહ દ્વારા જણાવતા ફરિયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zjhUTU
via IFTTT

Post a Comment

Previous Post Next Post