
- જવાબદારો સામે પગલા લેવાની માંગ
- સિંચાઈના પાણીમાં દૂષિત પાણી ભળવાથી ડાંગરના પાક પર વિપરિત અસર : ખેડૂતોમાં ભભૂકતો આક્રોશ
બગોદરા : ધોળકાના પીસાવાડા ગામે પાણીના વોકળામાં અજાણ્યા ઇસમો દ્વારા કેમિકલવાળું પાણી ઠલવાતા ખેડૂતોની હજારો વિઘા ડાંગરના પાકમાં વિપરીત અસર જોવા મળી રહી છે.
અમદાવાદ જિલ્લાના બાવળા- ધોળકા તાલુકામાં કેમિકલયુક્ત જથ્થો, કેમિકલવાળું પાણી ઠલવવાના બનાવો વધી રહ્યા છે ત્યારે ધોળકાના પીસાવાડા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારા ગામથી વીરપુર જવાના રોડ ઉપર પાણીનો વોકળો આવેલો છે ને આ વોકળામાં નર્મદાનું પાણી ખેતી માટે આપવામાં આવે છે. ત્યારે વરસાદ ખેંચાતા તંત્રને રજૂઆત કરતા પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આ પાણીમાં કોઈ ઇસમો દ્વારા કેમીકલવાળું પાણી ઠલવી દેવામાં આવ્યું છે જેથી પાણી કાળા કલરનું થઈ ગયું છે તથા ખેડૂતોએ ડાંગરના પાકમાં પાણીનો ઉપયોગ કરતા પચાસ જેટલા ખેડૂતોને અંદાજે એક હજાર વિઘા ડાંગરનો પાકને નુકસાન થયું છે જેી ખેડૂતોમાં માંગ ઉઠી છે કે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કેમિકલ ઠલવનાર ઇસમોને ઝડપી પાડવામાં આવે અને અમને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો ઉઠાવી રહ્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sLnhsD
via IFTTT
Post a Comment