સાણંદ જીઆઇડીસીમાં 49 એકમોમાં મચ્છરના પોરા મળ્યા


- આરોગ્ય વિભાગે 74 એકમોમાં તપાસ હાથ ધરી

- 49 ઓધોગિક એકમોને આરોગ્ય વિભાગ દ્વારા નોટીસ ફટકારવામાં આવી

સાણંદ : સાણંદ જીઆઇડીસીમાં હાલ ચોમાસાની સિઝનને લઇ આરોગ્ય વિભાગ  દ્વારા ખાસ ઝૂંબશ અંતર્ગત ચકાસણી કરવામાં આવી.જેમાં જીઆઇડીસીના ૭૪ એકમોમાં તપાસ કરતાં ૪૯ જેટલા એકમોમાંથી મચ્છરના પોળા મળી આવ્યા.જેથી તંત્રએ ૪૯ ઓધોગિક એકમોને નોટીસ આપી સાત દિવસમાં નિકાલ કરવાની સૂચના આપી.

અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે ડીડીઓ, સીડીએચઓ અને ડીએમઓના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાની વિવિધ જગ્યાઓ પર તપાસ કરી મચ્છરોના ઉત્પતિ સ્થાનોને નાશ કરવાની સાથે સાથે દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે શુક્રવારે સાણંદ જીઆડીસીમાં આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકી હતી.

મચ્છરો ઉત્પતી થવાની શકયતા વાળા ૭૪ જેટલા ઓધોગિક એકમોમાં સઘન તપાસ કરતાં ૪૯ જેટલા ઓધોગિક એકમોમોમાં વિવિધ સ્થળે ભરાયેલા પાણીમાંથી મચ્છરના પોરા મળી આવ્યા હતા. તેનો તંત્ર  દ્વારા નાશ કરવામાં આવ્યો હતો.ઉપરાંત ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનું કહેતાં ડીએમઓ નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ૪૯ જેટલી કંપનીઓને નોટીસ ફટકારી દેવામાં આવી છે.અને સાત દિવસમાં તેનો નિકાલ કરવાની પણ સૂચના આપવામાં આવી છે.જો સાત દિવસમાં કંપનીઓમાં વિવિધ સ્થળે ભરાતાં પાણીનો નિકાલ કરવામાં નહી આવે તો આ કંપનીઓ પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવશે.

નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓની બેદરકારી સામે આવી

સાણંદ જીઆઇડીસીમાં આવેલી નેશનલ અને ઇન્ટર નેશનલ કંપનીઓ પણ મચ્છરજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવામાં નિષ્ક્રીય હોવાનું ખુલવા પામ્યું છે. કંપનીઓની બેદરકારીના કારણે કંપનીઓની વિવિધ સ્થળ પર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આ કંપનીઓમાંથી મચ્છરના લારવા પણ આરોગ્ય તંત્રને જોવા મળતાં તંત્રએ સાત દિવસમાં નિકાલ લાવવા કંપનીઓને નોટીસ આપી છે. મહત્વનું એ છે કે ખ્યાતનામ અને મોટી કંપનીઓ  દ્વારા બેદરકારી દાખવવામાં આવશે તો બીજી નાની કંપનીઓ પાસે શું અપેક્ષા રાખવી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3BYY6XO
via IFTTT

Post a Comment

أحدث أقدم