
- હજારો રૂપિયાના ખર્ચે સોલરપ્લેટો નાખવામાં આવી પણ ઉપયોગ થતો નથી : કેટલીક તો ચોરાઇ ગઇ
માંડલ : કેન્દ્રની મોદી સરકારે મેકઈન ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયાથી સમગ્ર ભારતને ન્યુ ઈન્ડિયાના સપના દેખાડયા છે. સરકારી કચેરીઓમાં સોલર પ્લેટ સરકારે નાખી આપી છે અને સરકારી કચેરીઓમાં લાઈટ,પંખા,એ.સી, કોમ્પ્યુટર આ સોલર પ્લેટ માધ્યમથી ચલાવવાની યોજના હતી પરંતુ આ કામગીરી સાવ નિષ્ફળ નીવડી છે અને હજારો રૂપિયાના ખર્ચે નાખેલી સોલર પ્લેટો અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. સમયાતંરે સોલર પ્લેટોની ચોરી પણ થઈ ગઈ છે.
માંડલની મામલતદાર કચેરીના ધાબા ઉપર અને તાલુકા પંચાયતના બિલ્ડીંગ ઉપર આ પ્રકારની સોલર પ્લેટો નાખવામાં આવેલી છે પણ તેનો કોઈ ઉપયોગ થતો નથી અને જો થતો હોય તો પણ નહીંવત છે ખરેખર ઉનાળાના સુર્ય તાપમાનના કારણે આ સોલરપ્લેટો ઉપર સીધો પ્રકાશ પડવાથી આ સોલરના માધ્યમથી ઉર્જા મેળવી શકાય છે અને લાઈટ-પંખા, કોમ્પ્યુટર તેનાથી ચલાવી શકાય છે પણ ચોમાસાની સીઝનમાં વરસાદ આવતો હોવાના કારણે અને સુર્ય પ્રકાશ પણ ના હોય જેને લઈને આ સોલર પ્લેટોનો ઉપયોગ થતો નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xeeyQh
via IFTTT
إرسال تعليق