
- 4 બૂટલેગરોની ધરપકડ : 15 સામે ગુનો નોંધાયો
- 21,80,400ની કિંમતના વિદેશી દારૂની ૫૨૬ બોટલો અને વાહનો સહિત 26,99,400નો મુદામાલ પોલિસે જપ્ત કર્યો
સાણંદ : સાણંદ જીઆઇડીસી પાસે આવેલા રસુલપુરમાં વિદેશીદારૂનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની સાણંદ જીઆઇડીસી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં ૨૧,૮૦,૪૦૦ની કિંમતની વિદેશીદારૂની ૫૨૬ બોટલો સાથે ૪ જેટલા શખ્સોને ઝડપી લીધા છે.બુટલેગરો પાસેથી દારૂની હેરાફેરીમાં વપરાતાં સાધનો સહિત રૂપિયા ૨૬,૯૯,૪૦૦ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો છે.પોલીસે કુલ પંદર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સાણંદ જીઆઇડીસી ફેજ-૨ ની પાસે આવેલા રસુલપુરમાં ગોડાઉન ભાડે રાખી વિદેશીદારૂનો કાળો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે સાણંદ જીઆઇડીસી પોલીસ મથકના પીઆઇ ડી જે વાઘેલાની સૂચનાથી પોલીસે રસુલપુર સ્થિત ગોડાઉનમાં રેડ કરતાં ગોડાઉનમાંથી રૂપિયા ૨૧,૮૦,૪૦૦ની કિંમતની બિયરની ૫૨૬ જેટલી બોટલો મળી આવી હતી.બાદમાં વિદેશી દારૂની હેરાફેરી કરતાં ૧,૦૦,૦૦૦ રૂપિયાની કાર જીજે-૧૮ એબી ૪૫૨૧,ટ્રક જીજે-૦૧ ૮૬૫૨ જેની કિંમત ૨,૦૦,૦૦૦ રૂપિયા અને ૨,૦૦,૦૦૦ની કિંમતનો ટેમ્પો જીજે-૬ એટી ૪૪૯૪ તેમજ રોકડ ઉપરાંત મોબાઇલ મળી રૂપિયા ૨૬.૯૯,૪૦૦નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
પોલીસે રેડ દરમ્યાન અશોક હેમારામજી બિશ્નોઇ,ભજનલાલ શ્રીરામ બિશ્નોઇ,કેવલરામ ઉદારામ બિશ્નોઇ અને સુરેશ રત્નારામ બિશ્નોઇને દારૂનો વેપલો કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.તેઓની પોલીસે પુછપરછ કરતાં રાજસ્થાનના સાંચોરનો રાજુ ઉર્ફે મુકેશ પીરારામ બિશ્નોઇ,ચીતલવાડાનો શ્રવણ સોહનલાલ બિશ્નોઇ અને સાંકડનો વિકાસ ઉર્ફે પ્રશાંત કિશનલાલ બિશ્નોઇના નામે રસુલપુરમાં ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનો વેપલો કરવામાં આવતો હતો. હરિયાણાના અબીબખાન મેવાડ,સત્તારખાન મેવાડ અને ઓમપ્રિત ચરખી પાસેથી વિદેશીદારૂ મંગાવવામાં આવતો હતો.અને મુળ રાજસ્થાનના તેમજ અમદાવાદના ચાંદખેડામાં રહેતો અશોક હેમારામ બિશ્નોઇ,ભજનલાલ શ્રીરામ બિશ્નોઇ,કેવલરામ ઉદારામ ભીલ,સુરેશ રત્નારામ બિશ્નોઇના મારફતે અમદાવાદના સરદારનગર ખાતે રહેતો બાબુરામ માનારામ મારવાડી,ભજનલાલ બિશ્નોઇ,મુકેશ ઉર્ફે મુકુ અસદુલ્લમ મોરચાની, ઇલિયાલ લતીફ વાડિયા અમદાવાદમાં અલગ અલગ સ્થળે વિદેશીદારૂનો સપ્લાય કરતા હતા. આ કાળા કારોબારમાં સંડાવાયેલા ૧૫ જેટલા લોકો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટીમો બનાવી દારૂના વેપલાનું રેકેટ ચલાવાતું હતું
સાણંદના રસુલપુરમાં ગોડાઉન ભાડે રાખી હરિયાણાથી વિદેશીદારૂ મંગાવી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં દારૂ પહોંચાડવામાં આવતો હતો.જેમાં બાબુલાલ માનારા મારવાડી અમદાવાદના રાયપુર બીઆરટીએસ સ્ટેન્ડ નજીક અને ભજનલાલ બિશ્નોઇ અમદાવાદ વડોદરા હાઇવે પર આવેલ અસલાલી પાસે જેતલપુર નજીક તેમજ મુકેશ ઉર્ફે મુકુ અશદુલમ મોરચાની સરદારનગર ઉપરાંત સૂરેન્દ્રનગર જિલ્લાના મુળી થાન હાઇવે પર આવેલા બગડિયા ગામ પાસે જે ડી મોબાઇલ નામનો શખ્સ,બોટાદ જિલ્લાના રાણપુર ગામે ઇલીયાસ લતીફ વાડિયા માસ્ટર માઇન્ડ રાજુ બિશ્નોઇની સૂચના મુજબ દારૂની ડિલીવરી કરતા હતા.
અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં દારૂનો સપ્લાય થતો હતો
સાણંદના રસુલપુરમાંથી વિદેશી દારૂનો પકડાયેલો વેપલો માત્ર સાણંદ જ નહીં પરંતુ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં અને બોટાદ, સૂરેન્દ્રનગર સહિતના અન્ય સ્થળે દારૂ પહોંચાડવામાં આવતો હોવાનું પકડાયેલા આરોપીઓ કબુલ્યું હતું. સાણંદ અમદાવાદ સહિત રાજયના અન્ય સ્થળે વિદેશી દારૂના વેપલાનો સામ્રાજય જમાવનાર આરોપીઓની વધુ પુછપરછમાં હજી બીજા સ્થળે પણ દારૂનો વેપલો કરતા હોવાની ખુલવાની શકયતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iccyUb
via IFTTT
إرسال تعليق