સાણંદ શહેર અને તાલુકા કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારના ભણકારા


સાણંદ : સાણંદમાં જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની બેઠક યોજવામાં આવી હતી. વર્ષ ૨૦૨૨માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસમાં ઠેર ઠેર બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.

આવનારા દિવસોમાં તાલુકા અને શહેર કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી સમિતિની મિટિંગ જિલ્લા કોંગ્રેસના પ્રમુક પંકજસિંહ વાઘેલાના અધ્યક્ષતામાં સાણંદ ખાતે યોજાઈ. આ બેઠકમાં ગુજરાત બક્ષીપંચના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખો તેમજ તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો જિલ્લા સદસ્ય સહિત સમગ્ર જિલ્લામાંથી કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં વર્તમાન સરકારની નિષ્ફળતાઓ, પ્રજા વિરોધી નીતિ મોંઘવારી સહિતના પ્રશ્નોને લઇ લોકો સમક્ષ જવાનો અનુરોધ કરવામાં આવેલ સાથે સંગઠનમાં તાલુકા અને શહેર કક્ષાએ જરૂર હોય ત્યાં ફેરફાર કરી સંગઠન મજબૂત કરવા હાકલ કરાવમાં આવેલ સાથે ૨૦૨૨ની વિધાનસભામાં કોંગ્રેસને બહુમતી મળે અને લોકોનો વિશ્વાસ મળે તે દિશામાં કામ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U57rfc
via IFTTT

Post a Comment

Previous Post Next Post