
સાણંદ : સાણંદ તાલુકા પંચાયત દ્વારા તાલુકા પંચાયતના મુખ્ય પ્રવેશદ્વાર પર મોટા ઉપાડે સરકારની ગાઇડલાઈનનું પોસ્ટ લગાવી દેવામાં આવ્યું છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે તાલુકા પંચાયતના મોટાભાગના કર્મચારીઓ જ માસ્ક પહેરતા નથી. સરકારી બાબુઓની બેદરકારી લોકોને ભારે પડી શકે તેમ છે.
સાણંદ તાલુકા પંચાયત ભવનના મુખ્ય પ્રવેશદ્વાર પર જ સરકારની માર્ગદર્શિકાના બે મોટા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. પરંતુ પોસ્ટર તો તંત્ર દ્વારા લગાવી દેવામાં આવ્યા પણ તાલુકા પંચાયતના મોટાભાગના કર્મચારીઓ જ માસ્ક પહેરતા નથી. તો તાલુકા પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી કામ અર્થે તાલુકા પંચાયતમાં આવતા લોકોની સૌપ્રથમ નજર આ પોસ્ટર પર જાય છે. અને તાલુકા પંચાયતમાં નજર કર્યા બાદ પોસ્ટર લોકોમાં હાસ્યાસ્પદ બને છે. તાલુકા પંચાયતના સત્તાધીશો અને સરકારી બાબુઓ દ્વારા સરકરાની ગાઇડલાઈનનું પોસ્ટર લગાવી સંતોષ માની લેવામાંઆવે છે કે પોસ્ટર લગાવ્યા બાદ કોઈ કોરોનાથી સંક્રમિત નહી થાય. જેના કારણે તાલુકા પંચાયતમાં કર્મચારીઓ બેરોકટોક માસ્ક પહેર્યા વિના ફરતા હોય છે અને તેમના કારમે પંચાયતમાં આવતાં લોકોપણ માસ્ક પહેરતા નથી. તો પણ તાલુકા વિકાસ અધિકારી મુખ પ્રેક્ષક બનીને તમાશો નિહાળી રહ્યા છે. તાલુકા પંચાયતમાં રોજે રોજ કેટલાય લોકોની અવર જવર હોય છે. જેથી કોરોના સંક્રમણ ફેલાવવાની પુરેપુરી શક્યતા છે. તંત્રની આ બેદરકારી લોકોને ભારે પડી શકે તેમ છે. જેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ સરકારની ગાઇડલાઈનની સરકારી બાબુઓમાં જ પાલન કરાવવામાં આવે તેવી માંગ લોકોમાં ઉભી થઈ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3quDssW
via IFTTT
Post a Comment