દેત્રોજના મદ્રીસણાની સીમમાં ખેતરની ઓરડીમાંથી દારૂ, બિયરનો જથ્થો પકડાયો


વિરમગામ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ પોલીસના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળેલ કે મદ્રીસણા ગામના રતનસિંહ ઝાલા, અર્પિતસિંહ રહે. મદ્રીસણા કનુભાના બોર ઉપર દિનેશસિંહ મકવાણા ત્રણેય જણા કનુભાના ખેતરમાં બનાવેલ પાકા મકાનની બાજુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ગાડામાં લાવી સગેવગે કરે છે.

બાતમીના આધારે રેડ પાડતા પોલીસને જોઈ અંધારાનો લાભ લઈ (૧) રતનસિંહ ઝાલા (૨) અર્પિતસિંહ ઝાલા (૩) દિનેશસિંહ મકવાણા ભાગી જવામાં સફળ થયેલ હતા બાતમીવાળી જગ્યાએથી દારૂ બીયરની નાની મોટી બોટલનો ૭૩૫ કિ. ૧,૧૯,૧૦૦ ઇકો ગાડી જેની કિંમત ૨,૫૦,૦૦૦ એક મોટરસાઇકલ જેની કિંમત રૂા. ૨૫,૦૦૦ મળી કુલ રૂા. ૩,૯૪,૧૦૦નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. 

ભાગી ગયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી દેત્રોજ પોલીસે હાથ ધરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3w1rIiI
via IFTTT

Post a Comment

Previous Post Next Post