રાજકીય નેતાઓ અર્બન સહકારી બેંકોમાં મેનેજિંગ ડિરેક્ટર નહીં બની શકે


રિઝર્વ બેન્કનો મહત્વપૂર્ણ નિર્ણય

સંસદસભ્યો કે ધારાસભ્યો બેન્કમાં એમડી ઉપરાંત સીઇઓ કે ફુલટાઇમ ડાયરેક્ટર પણ નહીં બની શકે

રિઝર્વ બેન્કના 27 પાનાના પરિપત્રમાં પસંદગી માટે આકરા માપદંડ, પૂર્વ મંજૂરી જરૂરી છે, એમડી મહત્તમ 15 વર્ષ રહી શકશે

પસંદગી માટે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં આવી

ગાંધીનગર : ભારતીય રીઝર્વ બેન્કે એવો નિર્ણય કર્યો છે કે રાજકીય નેતાઓ જેવાં કે સંસદસભ્યો, દારાસભ્યો અથવાતો નગર નિગમના પ્રતિનિધિ અર્બન સહકારી બેન્કોમાં મેનેજીંગ ડાયરેક્ટર નહીં બની શકે. આ નિર્ણયની અસર ગુજરાતની અર્બન કો-ઓપરેટીવ બેન્કો (યુસીબી)ના માળખામાં પણ થવાની છે. રીઝર્વ બેન્કે આ પદ માટે ન્યૂનતમ યોગ્યતા પણનક્કી કરી દીધી છે.

રીઝર્વ બેન્કે નવા શ્રેણીબદ્ધ નિયમોમાં કેટલીક આકરી જોગવાઇ કરી છે જેના કારણે રાજ્યોના અર્બન સહકારી માળખામાંમોટી ઉથલપાથલ થવાની સંભાવના છે. સહકારી બેન્કના વહીવટમાં મુખ્ય ભૂમિકા ભજવતા મેનેજીંગ ડાયરેક્ટર, સીઇઓ તેમજ ફુલટાઇમ ડાયરેક્ટર માટે આકરી જોગવાઇ કરવામાં આવી છે. સહકારી બેન્કોને ડૂબતી બચાવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

રીઝર્વ બેન્ક દ્વારા 25 મી જુને નવા નિયમો સાથેનો પરિપત્ર તમામ સહકારી બેંકોને પાઠવવામાં આવ્યો છે તેમાં મુખ્યત્વે મેનેજીંગ ડાયરેકટર-સીઈઓ તથા ફુલટાઈમ ડાયરેકટરની નિમણુંકથી માંડીને કાર્યનીતિનો સમાવેશ થાય છે.

સૌથી આકરોઅને મહત્વનો નિયમ એવો ઘડવામાં આવ્યો છે કે મેનેજીંગ ડાયરેકટર, સીઈઓ કે ફૂલટાઈમ ડાયરેકટર કોઈપણ પ્રકારનુંરાજકીય કે ઘધાદારી કનેકશન ધરાવતા ન હોવા જોઇએ. સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર કે અન્ય રીતે સીધું રાજકીય કનેકશન ધરાવતા હોય તેઓની નિમણુંક થઇ શકશે નહીં. આ ઉપરાંત તેમના નામે વ્યકિતગત કે ભાગીદારીવાળો ઘંધો નહોવો જોઈએ.

અર્થાત વેપાર ધંધામાં સીધી રીતે સામેલ હોય તેવા લોકોની નિમણુંક પણ થઇ શકશે નહીં. આ જ રીતે ક્રિમીનલ કેસ ધરાવનારાને પણ આ હોદ્દો આપી શકાશે નહીં. એ ઉપરાંત અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીમાં ડાયરેકટર ન હોવા જોઈએ. સમગ્ર દેશની પ્રાયમરી અર્બન સહકારી બેંકોને અસરકર્તા આ નવા નિયમોમાં ત્રણેય હોદા પર નિયુકિતના માપદંડ નકકીકરવામાં આવ્યા છે.

 પસંદગી માટે 35 થી 70 વર્ષની વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાતમાં સીએ કે એમબીએ ફાયનાન્સ અથવા અનુસ્નાતક કે બેંક ડીપ્લોમાં ફરજીયાત કરવામાં આવ્યું છે. ઉપરાંત આઠ વર્ષનો અનુભવ પણ અનિવાર્ય બનાવવામાં આવ્યો છે.

 27 પાનાના અલગ અલગ નિયમો દર્શાવતાં પરિપત્રમાં રિઝર્વ બેન્કે હોદાની મર્યાદા પાંચ વર્ષની રાખી છે. ત્યારબાદ રિઝર્વબેન્કની મંજુરીને આધીન બીજા બે પાંચ-પાંચ વર્ષ નિમણુંક આપી શકાશે. 15 વર્ષ પૂર્ણ થવાના સંજોગોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ પદ પર નહીં રહી શકે.

ત્રણેય મહત્વની પોસ્ટ પર નિમણુંક પૂર્વે રિઝર્વ બેન્કની મંજુરી લેવી પડશે અને તેના માટે ઓછામાં ઓછા બે નામ મોકલવા પડશે. તેમાંથી આખરી પસંદગી રીઝર્વ બેન્ક કરશે અત્યારે ચાલુ પદાધિકારીઓ માટેપણ બે માસમાં મંજુરી લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે.

100 કરોડથી વધુનો બિઝનેસ ધરાવતી બેંકોએ રીઝર્વ બેન્કની પ્રાદેશિક ઓફીસ તથા 1000 કરોડથી અધિકનો કારોબાર ધરાવતી બેંકોએ રીઝર્વ બેન્કની હેડ ઓફીસથી મંજુરી લેવી પડશે. સહકારી બેંકોમાં ખાસ કરીને મેનેજીંગ ડાયરેકટરના પદરાજકીય હોય છે જેને પગલે ગુજરાતની સહકારી બેંકોને આ આદેશની અસર થવાની શક્યતા છે.

રીઝર્વ બેન્કે કહ્યું છે કે પાંચ હજાર કરોડથી વધુની પૂંજીવાળી સહકારી બેન્કોએ ફરજીયાત રૂપે મુખ્ય જોખમ અધિકારી(સીઆરઓ) નિયુક્ત કરવાનો રહેશે. આ સાથે સહકારી બેન્કોએ જોખમના આંકલન માટે તમામ પ્રયાસો કરવાના રહેશે. બેન્કનું બોર્ડ સીઆરઓની ભૂમિકા  તેમજ તેની જવાબદારી નક્કી કરશે અને તે સુનિશ્ચિત કરશે કે સ્વતંત્રરૂપથી તે તેનું કામકરશે.  સીઆરઓ બેન્કના એમડી અને સીઇઓને રિપોર્ટ કરશે.

સહકારી બેન્કોના સંચાલનમાં બદલાવની શરૂઆત ગયા વર્ષે જૂનમાં થઇ હતી જ્યારે દેશની કેન્દ્રીય બેન્કે એક અધ્યાદેશ લાવીને 1482 શહેરી સહકારી બેન્કો અને 58 મલ્ટીસ્ટેટ સહકારી બેન્કોને તેને આધિન રાખવાનો નિર્ણય કર્યો હતો.

રીઝર્વ બેન્કનો આ નિર્ણય એ સમયે આવ્યો છે કે જ્યારે દેશની કેટલીક શહેરી સહકારી બેન્કો ડૂબવાની અણી પર છે જેમાં પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટીવ બેન્કનો પણ સમાવેશ થાય છે જેના સીઇઓએ કેટલાક સાથીદારોને મળીને ફંડને રિયલએસ્ટેટ ડેવલપર્સને ડાયવર્ટ કર્યું હતું, જેનું નુકશાન બેન્કને ગયું છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SuEWHb
via IFTTT

Post a Comment

أحدث أقدم