
કોવિડ માટેની દવાઓ પર પાંચ ટકાના દરે GST લેવાનું નોટિફિકેશન
નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓથોરિટીને પણ પાંચ ટકાના દરની કોવિડની દવાનું લિસ્ટ જાહેર કરવા વિનંતી કરી
અમદાવાદ : કોરોનાની કઈ કઈ દવાઓ પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લેવો તે અંગે દવાઓના વિગતવાર નામ આપીને સ્પષ્ટતા કરવાની માગણી ફાર્મા ઇન્ડસ્ટ્રી દ્વારા કરવામાં આવી છે. સરકારે બહાર પાડેલા નોટિફિકેશનમાં આ મુદ્દે ફોડ પાડવામાં આવ્યો ન હોવાથી ફાર્મા કંપનીઓ કઈ દવાઓ પર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવો તે અંગે નિર્ણય ન લઈ શકતી હોવાથી તેમણે આ માગણી કરી છે.
જીએસટી કાઉન્સિલની 44મી બેઠકમાં કોરોનાની સ્પિસિફિક કઈ કઈ દવાઓ પર પાંચ ટકાના દરે જીએસટી વસૂલવો તે અંગે નોટિફિકેશનમાં બરાબર ફોડ પાડવામાં આવ્યો નથી. તેથી આ મુદ્દે ઘણો ગૂંચવાડો પ્રવર્તી રહ્યો છે. દરેક રાજ્યના સત્તાવાળાઓ કોવિડની દવાઓની બાબતમાં જુદાં જુદાં અર્થઘટન કરશે તો તેને પરિણામે આવનારા મહિનાઓમાં ઘણાં વિવાદ થવાની સંભાવના રહેલી છે. તેથી ફાર્મા કંપનીઓ આ મુદ્દે ફાડ પાડવાની વાત કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ફાર્માસ્યૂટિકલ્સ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતા દ્વારા જણાવવામાં આવેલી કે જાહેર કરવામાં આવેલી કોવિડ માટેની દવાઓ પરના વેરાના દર 5 ટકા રાખવા જણાવવામાં આવ્યું છે. બારમી જૂને મળેલી જીએસટી કાઉન્સિલની 44મી બેઠકમાં કોરોનાને લગતી આઈટેમ્સ પરના જીએસટીના દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુ્રપ ઑફ મિનિસ્ટરના નિર્ણયને આધીન રહીને આ ઘટાડો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન ડ્ગ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનને પણ આ મુદ્દે કેન્દ્ર સરકા સમક્ષ રજૂઆત કરી છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ફાર્માસ્યૂટિકલ્સ અને નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટીને પણ કોવિડની કઈ દવાઓ પર 5 ટકાના દરે જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવો તે અંગે સ્પષ્ટતા કરવાની માગણી કરતી લેખિત રજૂઆત કરવામાં આવી છે. દવાઓનું લિસ્ટ બહાર પાડી દેવામાં આવે તો તેને પરિણામ આ મુદ્દે પ્રવર્તતી અનિશ્ચિતતા દૂર થશે અને ભવિષ્યમાં વિવાદો પણ ઓછો થઈ જશે.
તેને પરિણામે જીએસટીના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થવાના પણ અટકી જશે. આમ તો સરકાર દ્વારા 14મી જૂને બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં એમ જણાવવામાં આવ્યું છે કે ટોસિલિઝુમેબ અને બ્લેક ફંગસની દવા એમ્ફોટેરિસિન બી પર અગાઉ લેવામાં આવતો 5 ટકાનો જીએસટી માફ કરી દેવામાં આવ્યો છે.
આ જ રીતે રેમડેસિવિર અને હેપારિન નામની દવા પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર્સ, બાઈપેપ મશીન્સ, હાઈફ્લો નેસલ કેન્યુલા ડિવાઈઝ, કોવિડ - 19ની ટેસ્ટિંગ કિટ્સ, પલ્સ ઓક્સિમીટર પરનો જીએસટી 12 ટકાથી ઘટાડીનૈે 5 ટકા કરી દેવામાં આવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A0tnsj
via IFTTT
إرسال تعليق